GSTV
Rajkot Trending ગુજરાત

રાજકીય ગરમાવો / લલિત વસોયા જશે ભાજપમાં? સામાજિક કાર્યક્રમની પત્રિકામાં કોંગ્રેસના નહીં ભાજપના નેતાઓના નામ

લલિત વસોયા

રાજકોટના ધોરાજીમાં કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાના સહયોગથી આયોજિત સર્વરોગ નિદાન કેમ્પની પત્રિકાએ ચર્ચા જગાવી છે. કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા પ્રેરિત કાર્યક્રમમાં કોંગ્રેસ નહીં પરતુ ભાજપના સાંસદ, ધારાસભ્યોના નામનો ઉલ્લેખ જોવા મળ્યો છે. પત્રિકામાં કાર્યક્રમની અધ્યક્ષ તરીકે ભાજપ સાંસદ રમેશ ધડુક, માર્ગના તકતી અનાવરણમાં ધારાસભ્ય જયેશ રાદડિયાના નામનો ઉલ્લેખ જોવા મળ્યો છે. સામાજિક કાર્યક્રમની નિમંત્રણ પત્રિકાથી શું લલિત વસોયા ભાજપમાં જોડાશે તેવી અટકળ તેજ બની છે.

લલિત વસોયા

આગામી રવિવારે ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કર્યુ છે. સાથે જ સ્થાનિક આગેવાન સ્વ.રણછોડભાઇ કોયાણીના નામે એક રોડનું નામાંકન કરવાનો કાર્યક્રમ રાખ્યો છે. જોકે તેમણે જે પત્રિકા છપાવી છે તેમા કોંગ્રેસના એક પણ નેતાઓના નામ નથી. કાર્યક્રમના ઉદઘાટક અધ્યક્ષ અને મહેમાનોમાં ભાજપના નેતાઓને તેડાવવામાં આવ્યા છે. સર્વરોગ નિદાન કેમ્પનું ઉદઘાટન જયેશ રાદડીયાના હસ્તે જ્યારે માર્ગ નામકરણ અને તકતી અનાવરણ પોરબંદરના ભાજપના સાંસદ રમેશભાઇ ધડુકના હસ્તે હોવાનું નિમંત્રણ પત્રિકામાં જણાવાયું છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ અનેક વખત લલિત વસોયા કોંગ્રેસ સાથે છેડો ફાડશે તેવી અટકળો વ્યકત કરવામાં આવી હતી. તાજેતરમાં યોજાયેલ રાજયસભાની ચૂંટણીમાં ક્રોસ વોટીંગ વખતે પણ લલિત વસોયાના નામની ચર્ચા થઇ હતી. તેઓ તાજેતરમાં જ ભાજપના નેતાઓ સાથે દેખાયા હતા. ત્યારે ફરી એક વખત પક્ષપલટા વિશેની અટકળો તેજ બની છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

જાણો, આ સ્થળે પરણીત મહિલાઓ જ બની શકે છે વેપારી, 200 વર્ષથી ધમધમે છે એશિયાનું સૌથી મોટું વુમન માર્કેટ

GSTV Web Desk

ભાગવતના હિન્દુ અંગેના નિવેદનની પ્રસંશા, ભારતમાં કોઈએ પણ હિન્દુ બનવા માટે ધર્મપરિવર્તન કરવાની જરૂર નથી

Hemal Vegda

કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી : રાજસ્થાનમાં ગૂંચવણ વચ્ચે કોંગ્રેસને રાહત, શશિ થરૂરે ઉમેદવારીમાં રસ દાખવ્યો, કહી આ વાત

Hemal Vegda
GSTV