GSTV

મોટો બદલાવ / લલન સિંહ બન્યા JDUના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ, CM નીતિશ કુમારની હાજરીમાં નિર્ણય

Last Updated on July 31, 2021 by Zainul Ansari

લલન સિંહ જનતા દળ યુનાઈટેડના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ રહેશે. શનિવારે દિલ્હીમાં જેડીયુની કાર્યકારિણીની બેઠકમાં મુખ્યમંત્રી નીતિશ કુમારની હાજરીમાં કેન્દ્રીય મંત્રી આરસીપીસી સિંહે રાષ્ટ્રીય અધ્યક્ષના પદેથી રાજીનામું આપ્યું હતું. જે પછી લલન સિંહને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાની જાહેરાત કરવામા આવી.

કાર્યકારિણીની બેઠકમાં જેડીયુના તમામ સાંસદો અને તમામ રાજ્યના પ્રદેશ અધ્યક્ષ સામેલ થયા હતા. લલન સિંહ નીતિશ કુમારના નિકટના નેતા મનાય છે. પૂર્વ અધ્યક્ષ આરસીપી સિંહને તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળ્યું હતું. જેથી જેડીયુએ નવા રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કરી હતી.

હકીકતમાં, જ્યારે મોદી કેબિનેટનું વિસ્તરણ થયું, ત્યારે માત્ર આરસીપી સિંહને જેડીયૂ ક્વોટામાંથી મંત્રી બનાવવામાં આવ્યા. એવા અહેવાલો હતા કે લલન સિંહ આરસીપી સિંહને મંત્રી બનાવવામાં આવતા નારાજ છે. જોકે લલન સિંહે પોતે નારાજગીના અહેવાલોને ફગાવી દીધા હતા અને જણાવ્યું હતું કે સીએમ નીતિશ કુમારે રાષ્ટ્રીય અધ્યક્ષ આરસીપી સિંહને અધિકૃત કર્યા છે, તેઓ કેન્દ્ર સરકાર સાથે વાત કરી રહ્યા છે.

કેમ બદલાયા રાષ્ટ્રીય પ્રમુખ?

લલન સિંહ નીતિશ કુમારના વિશ્વાસુ નેતા છે. ગયા વર્ષે જ્યારે આરસીપી સિંહને રાષ્ટ્રીય અધ્યક્ષની ગાદી સોંપવામાં આવી હતી, ત્યારે એવી અટકળો ચાલી રહી હતી કે પાર્ટી લલન સિંહને મોટી જવાબદારી આપશે. જ્યારે નરેન્દ્ર મોદી કેબિનેટમાં લોકસભાના સાંસદ લલન સિંહને સ્થાન આપવામાં આવ્યું ન હતું, ત્યારે પાર્ટીએ નેતૃત્વ પરિવર્તન પર વિચારણા કરી. નેતૃત્વ પરિવર્તન પર શનિવારે મહોર પણ લાગી ગઇ.

કોણ છે લલન સિંહ?

લલન સિંહનું સાચું નામ રાજીવ રંજન સિંહ છે. તેઓ મુંગેર લોકસભા મત વિસ્તારના સાંસદ છે. લલન સિંહ બિહારના પ્રદેશ પ્રમુખ પણ રહી ચૂક્યા છે. લલન સિંહ જેડીયુના સ્થાપક સભ્યોમાંના એક રહ્યા છે. લલન સિંહ પણ જેપી આંદોલનમાં જોડાયા હતા. ઘણી વખત નીતિશ કુમાર અને તેમની વચ્ચે અણબનાવના અહેવાલો આવ્યા હતા, પરંતુ તે માત્ર સમાચાર જ રહ્યા. નીતિશ કુમાર અને તેમની અતૂટ મિત્રતાનું પરિણામ છે કે તેઓ લાંબા સમય સુધી પાર્ટી સાથે રહ્યા અને ફરી એકવાર નીતિશ કુમારે તેમને આટલા મોટા સંગઠનની જવાબદારી સોંપી.

Read Also

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

Health / દૂધ નહિ પણ આ વસ્તુ છે કેલ્શિયમનો ભંડાર, આજે જ ઉમેરો ભોજનમાં અને મેળવો આશ્ચર્યજનક ફાયદા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!