GSTV
Home » News » આ ખેલાડીએ ભારતની પહેલી ટેસ્ટમાં જ સેન્ચુરી ફટકારી હતી, ડોન બ્રેડમેનને હિટ વિકેટ કરનારા હતા એક માત્ર ખેલાડી

આ ખેલાડીએ ભારતની પહેલી ટેસ્ટમાં જ સેન્ચુરી ફટકારી હતી, ડોન બ્રેડમેનને હિટ વિકેટ કરનારા હતા એક માત્ર ખેલાડી

ભારતીય ક્રિકેટ ઈતિહાસના 87 વર્ષના લાંબા સુવર્ણકાળમાં ઘણા મહાન ખેલાડીઓ આવ્યા. મોટાભાગના કિર્તીમાન ભારતના ખેલાડીઓના નામે છે ઉપરથી હવે ભારતીય ખેલાડીઓ જ ભારતના ખેલાડીઓના રેકોર્ડ તોડી આ કિર્તીમાનોને દેશમાં જ અકબંધ રાખે છે. ભારતના એવા જ એક ખેલાડીનું નામ લાલા અમરનાથ. જેની આજે 108મી જન્મજયંતિ છે.

લાલા અમરનાથનો જન્મ પંજાબ પ્રાંતના કપુરથલામાં 11 સપ્ટેમ્બર 1911માં થયો હતો. 22 વર્ષની ઉંમરમાં ભારતીય ક્રિકેટ ટીમ માટે ડેબ્યૂ કરનારા લાલા અમરનાથે પોતાના પહેલા મેચમાં જ ઈતિહાસ રચી દીધો હતો. ઈંગ્લેન્ડ વિરૂદ્ધ 17 ડિસેમ્બર 1933માં રમાયેલા મેચ દરમ્યાન અમરનાથ ભારત વતી ટેસ્ટ ક્રિકેટમાં સેન્ચુરી ફટકારનારા પહેલા ક્રિકેટર હતા. આ મુકાબલામાં તેમણે 118 રન ફટકાર્યા હતા. એ સમયે આ મેચ મુંબઈના તત્કાલિન જીમખાના ગ્રાઊન્ડમાં રમાયો હતો.

ભારત એ ટેસ્ટના ચોથા દિવસના લંચ બાદ ઈંગ્લેન્ડના હાથે પછડાટ ખાઈ ગયું હતું. પણ લાલા અમરનાથની એ સેન્ચુરી અભૂતપૂર્વ રહી હતી. જ્યારે પણ ક્રિકેટ ઈતિહાસની વાત આવે છે ત્યારે ટેસ્ટમાં લાલા અમરનાથની એ સેન્ચુરીને યાદ કરવામાં આવી છે. લાલા અમરનાથે પોતાના કરિયરમાં 24 ટેસ્ટ મેચ રમ્યા હતા. જેમાં 878 રન બનાવ્યા હતા. ટેસ્ટ ક્રિકેટમાં તેમની બેટીંગ સિવાય તેમની શાનદાર બોલિંગ માટે પણ તેમને યાદ કરવામાં આવે છે.

લાલા અમરનાથ લાઈન લેન્થ પર બોલિંગ કરનારા ખેલાડી હતા. એ ભારતના પહેલા બોલર હતા જેમણે ડોન બ્રેડમેનને હિટ વિકેટ કર્યા હતા. 1947માં અમરનાથના બ્રિસબેન ટેસ્ટ દરમ્યાન બ્રેડમેન હિટ વિકેટ થયા હતા. ટેસ્ટ ક્રિકેટમાં લાલા અમરનાથે કુલ 45 વિકેટ લીધી હતી.

આ સાથે જ તેમણે 186 ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ભારત માટે 41.37ની એવરેજથી 10,426 રન બનાવ્યા હતા. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ભલે લાલા અમરનાથ પાસે માત્ર એક સેન્ચુરી હોય પણ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેમણે 31 સેન્ચુરી અને 39 હાફ સેન્ચુરી ફટકારી હતી. આ સાથે જ તેમણે 463 વિકેટ પણ લીધી હતી. લાલા અમરનાથ બાદ તેમના બંન્ને દિકરા મોહિન્દર અમરનાથ અને સુરિન્દર અમરનાથે પણ ક્રિકેટના ઈતિહાસમાં પોતાનું નામ જોડ્યું.

એ લાલા અમરનાથ જ હતા જેની કપ્તાની હેઠળ ભારતે પાકિસ્તાન સામે પ્રથમ ટેસ્ટમાં ઓફિશ્યલી જીત હાંસિલ કરી હતી. આ મેચ 1952-53માં રમાઈ હતી. 19 વર્ષ સુધી તેમણે ભારતીય ટીમનું ટેસ્ટમાં પ્રતિનિધિત્વ કર્યું અને અભૂતપૂર્વ યોગદાન પણ આપ્યું. વર્ષ 2000માં 5મી સપ્ટેમ્બરના રોજ 88 વર્ષની વયે લાલા અમરનાથનું નિધન થયું.

READ ALSO

Related posts

હેલિકોપ્ટર પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વીડિયો ઉતારી શેર કર્યો

Mayur

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે રિવર રાફ્ટિંગ સાઈટની મુલાકાત લીધી તેની આ છે વિશેષતા

Mayur

સુરતમાં પ્રથમ આંતરાષ્ટ્રીય ક્રિકેટ મેચ, ભારત સામે ટકરાશે આ ટીમ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!