GSTV

ફરી એક વાર આમિર ખાને નિભાવ્યું પોતાનું વચન, આવી રીતે કરી મહિલાની મદદ

અભિનેતા આમિર ખાન તેની આખી ટીમ સાથે હાલમાં દિલ્હીમાં તેની આગામી ફિલ્મ ‘લાલ સિંહ ચડ્ડા’નું શૂટિંગ કરી રહ્યો છે. આમિરે ‘એલએસસી’ ટીમને તેમના દિલ્હીના પૂર્ણ સમયપત્રક દરમિયાન મહિલાઓ દ્વારા સંચાલિત ‘સખા’ ટેક્સીની સેવા લેવા સૂચના આપી છે. આમિરે પ્રથમવાર સત્યમેવ જયતેમાં સખા કેબને પરિચિત કરાવતા જે ઘરેલુ દુર્વ્યવહાર અને સતામણીનો ભોગ બનેલી મહિલાઓને રોજગારની તકો પ્રદાન કરવાના તેમના નોંધપાત્ર કાર્યની પ્રશંસા કરી હતી. ત્યારથી આમિર ખાન તેમનું સમર્થન કરે છે અને તેમની સેવાનો મજબૂત સમર્થક પણ છે. તેણે તેમને વચન આપ્યું હતું કે તેઓ જ્યારે પણ દિલ્હી આવશે ત્યારે તેમની સેવાનો ઉપયોગ કરશે.

આમિરે વચન પાળ્યું

છેલ્લા 10 વર્ષથી આમિરે પોતાનું વચન પાળ્યું છે. કોવિડ-19ને કારણે અને તમામની સલામતીને ધ્યાનમાં રાખીને તેઓએ મહિલા ડ્રાઇવરો માટે તેમના રહેવા માટે અને અન્ય જરૂરિયાતો માટે સંપૂર્ણ 45 દિવસ માટે વિશેષ વ્યવસ્થા કરી છે. અદ્વૈત ચંદન દ્વારા દિગ્દર્શિત ‘લાલ સિંહ ચડ્ડા’ હોલિવૂડની સુપરહિટ ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ની રીમેક છે. જેમાં આમિર ખાન સાથે કરીના કપૂર ખાન પણ મુખ્ય ભૂમિકામાં છે.

RSSએ ઉઠાવ્યા સવાલો

થોડા દિવસો અગાઉ આમિર ખાન તુર્કીની પ્રથમ મહિલા સાથે વાયરલ થયેલી એક તસવીરને કારણે હેડલાઇન્સમાં હતો. લોકો આ તસવીરને લઈને તેના વિશે વિવિધ વાતો કરી રહ્યા હતા. આમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે (RSS)એ આમિર ખાન પર જોરદાર નિશાન સાધ્યું હતું. RSSએ તેના મુખપત્ર ‘પાંચજન્ય’માં આમિર ખાનના ચીની સ્માર્ટફોન કંપની વિવોના બ્રાન્ડ એમ્બેસેડર હોવા અંગે અને તાજેતરમાં જ તેમના તુર્કી પ્રવાસ પર તેની ભારે ટીકા કરી હતી. આ ચાર પાનાના આર્ટિકલ ‘ડ્રેગન કા પ્યારા  ખાન’માં આમિર ખાન પર ઘણા સવાલો ઉભા કર્યા હતા.

READ ALSO

Related posts

ક્યારે ઉકેલાશે ભારત-ચીન સરહદ વિવાદ? બોર્ડર પર ડ્રેગનના અવાર નવાર અટકચાળા

Zainul Ansari

હેલ્થ ટિપ્સ / ડાયબિટીસને કન્ટ્રોલ કરવામાં મદદ કરશે આ યોગાસન, જાણવા માટે કરો ક્લિક

Zainul Ansari

Indian Railway / રેલવેએ ચાલતી ટ્રેનોમાંથી દૂર કરી આ સુવિધા, સરકારે આપી માહિતી

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!