GSTV
Home » News » લોકસભા ચૂંટણી 2019: કપાઈ શકે છે અડવાણી અને મનોહર જોશીનું પત્તું?

લોકસભા ચૂંટણી 2019: કપાઈ શકે છે અડવાણી અને મનોહર જોશીનું પત્તું?

2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના સૌથી વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીની ટિકિટ કપાઈ શકે છે. કેટલાક સિનિયર નેતાઓ અને યુવાઓને મોકો આપવામાં આવે તેમ કહીને બંને વરિષ્ઠ નેતાઓ ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો છે. ઉલ્લેખનિય છે કે, લાલકૃષ્ણ અડવાણી ગાંધીનગરની બેઠક અને મુરલી મનોહર જોશી યુપીના કાનપુરથી સાંસદ છે.

આજે ભાજપ 250 ઉમેદવારોના નામની પહેલી યાદ કરશે જાહેર

લોકસભા ચૂંટણીને લઈને એક બાદ એક ભાજપની ચૂંટણી સમતિની ત્રણ બેઠકો યોજાઈ છે અને આજે ભાજપ પોતાના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરશે. આજે ભાજપ 250 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી શકે છે. જેમાં ઉત્તર પ્રદેશની 35, બિહારની તમામ 17, મહારાષ્ટ્રની 21 બેઠકોનો સમાવેશ થઈ શકે છે.

આ ઉપરાંત ઓરિસ્સા, ઝારખંડ, છત્તીસગઢની પાંચ, કર્ણાટક, જમ્મુ કાશ્મીરની તમામ છ બેઠકોના નામ જાહેર થશે. આ સાથે રાજસ્થાન, બંગાળના લગભગ 27, કેરળ, તમિલનાડુ, અસમ, ત્રિપુરા, તેલંગાણા, અરૂણાચલ પ્રદેશ, ઉત્તરાખંડની તમામ બેઠકોના નામ જાહેર થશે. ગતરાતે દિલ્હીમાં ભાજપ મુખ્યાલય ખાતે ભાજપની ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી.

પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહની આગેવાની યોજાયેલી બેઠકોમાં યુપીની સીટો પર ચર્ચા થઈ. બેઠકમાં યોગી આદિત્યનાથ ઉપરાંત યુપીના બંને નાયબ મુખ્યપ્રધાન દિનેશ શર્મા અને કેશવ પ્રસાદ મૌર્ય સામેલ થયા.

Read Also

Related posts

પાકિસ્તાનની પરમાણુ હુમલાની ધમકી પર મોદી બોલ્યા , અમે દિવાળી માટે બોમ્બ રાખ્યા નથી

Path Shah

યુ.એસ પ્રમુખ ટ્રમ્પે શ્રીલંકમાં થયેલા બોમ્બ વિસ્ફોટો પર કર્યું ખોટું ટિવ્વટ,

Path Shah

માં કરતા પુત્રની ઉલ્ટી ચાલ:કહ્યું,મત નહી આપો તો પણ કામ કરીશ

Path Shah