GSTV

રૂપાણી સરકાર મારશે મેદાન : વિશ્વના સ્ટીલકિંગે બિઝનેસ માટે પસંદ કર્યું ગુજરાત, આવશે અબજોનું રોકાણ

સુપ્રીમ કોર્ટ તરફથી લીલી ઝંડી મળ્યા બાદ એસ્સાર સ્ટીલને રૂ.૪૨,૦૦૦ કરોડમાં હસ્તગત કરનાર મિત્તલ જૂથના અધ્યક્ષ લક્ષ્મી મિત્તલે આજે ગુજરાતના મુખ્યમંત્રીની મુલાકાત કરી હતી. એસ્સાર સ્ટીલ ગુજરાતના હજીરા ખાતે ૧૦ લાખ ટન વાર્ષિક સ્ટીલનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. આ ઉપરાંત ઓટો ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા સ્ટીલનો એક પ્લાન્ટ પુનામાં પણ ધરાવે છે.

મિત્તલ જૂથ અને એસ્સાર તથા અન્ય લેણદારો વચ્ચે બે વર્ષ સુધી ચાલેલી કાયદાકીય લડાઈ બાદ સુપ્રીમ કોર્ટે આર્સેલર મિત્તલની ઓફર મંજુર રાખી હતી અને હવે મિત્તલ બેંકોને ઓફર અનુસાર પેમેન્ટ કરી રહ્યું છે. મુખ્યમંત્રી સાથેની મૂલાકાત બેઠકમાં લક્ષ્મી મિતલે ગુજરાત સરકારનો સહયોગ મળતો રહે તો ભવિષ્યમાં અન્ય મોટા પ્રોજેકટસ પણ ગુજરાતમાં શરૂ કરવા ઉત્સુકતા વ્યકત કરી હતી.

મુખ્યમંત્રીએ રાજ્ય સરકાર તરફથી આરસેલર મિતલ નિપોન સ્ટીલ ઇન્ડીયા લી.ને જરૂરી સહકારની ખાતરી આપી હતી. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, સ્ટીલ ઉત્પાદનમાં વિશ્વ સ્તરે અવ્વલ સ્થાન ધરાવતી આ કંપની જાપાનની નિપોન સ્ટીલ સાથે ગુજરાતમાં અદ્યતન ટેકનોલોજીયુકત ઉત્પાદન કરશે.

ખાસ કરીને એન્ટી કોલીઝન એટલે કે મોટરકારમાં અકસ્માત સમયે સ્ટીલ-બોડીને થતું નૂકશાન અટકાવી શકાય તેવા સક્ષમ સ્ટીલનું ઉત્પાદન ગુજરાતમાં આ અદ્યતન ટેકનોલોજીયુકત પ્લાન્ટ તેઓ કરવાના છે. ગુજરાતમાં હજીરા ખાતેનો આ પ્લાન્ટ કાર્યરત થવાથી હાલ વિદેશથી આયાત કરવા પડતા સ્ટીલ સામે સક્ષમ વિકલ્પ ભારતમાં જ ઉપલબ્ધ થતાં પ્રધાનમંત્રીશ્રીની ‘‘મેઇક ઇન ઇન્ડીયા’’ને વધુ વેગ મળશે.

READ ALSO

Related posts

VIDEO: આખરે આ વીડિયોમાં એવું તે શું છે કે લાખો લોકો જોઈ રહ્યા છે, તમે પણ જુઓ અને નક્કી કરો આ ભાઈનો પ્લાન શું છે !

Pravin Makwana

IPL 2020: રાજસ્થાન રોયલ્સનો પડકાર શમી ગયો, કોલકાતાનો શાનદાર વિજય

Pravin Makwana

આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો પરનો પ્રતિબંધ 31 ઓક્ટોબર સુધી લંબાયો, DGCAએ બહાર પાડ્યો સર્કુલર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!