GSTV
Home » News » લેક્મે ફેશન વીક 2019: અનન્યા પાંડે બની શોસ્ટોપર, લહેંગામાં રેમ્પ પર લગાવ્યા ચાર ચાંદ

લેક્મે ફેશન વીક 2019: અનન્યા પાંડે બની શોસ્ટોપર, લહેંગામાં રેમ્પ પર લગાવ્યા ચાર ચાંદ

ફેશનથી લઈને લાઈફસ્ટાઈલ સુધી નવા ટ્રેન્ડ્સ બોલિવુડની ફિલ્મો અને સ્ટાર્સના કારણે જ ફેમસ થાય છે. બોલિવુડમાં ઘણા એવા એક્ટર્સ છે જે અલગ-અલગ ડિઝાઈનર્સના બનાવેલા કપડા અલગ-અલગ ઈવેન્ટ્સ પર પહેરે છે. મુંબઈમાં ચાલી રહેલા લેક્મે ફેશન વીક 2019માં ઘણા સ્ટાર્સે રેમ્પ પર ચાર ચાંદ લગાવ્યા હતા. હવે અનન્યા પાંડેએ પણ પોતાનો રેમ્પ ડેબ્યુ કર્યો છે.

શુક્રવારે અનન્યાની કો-સ્ટાર રહી ચુકેલી તારા સુતરિયાએ રેમ્પ વોક કર્યું હતું અને હવે અનન્યા એક નહીં પરંતુ બે ડિઝાઈનર્સ માટે શો સ્ટોપર બની.

અનન્યાએ ડિઝાઈનર અનુશ્રી રેડ્ડીના બ્રાઈડલ કલેક્શનનો ખૂબ જ સુંદર આઈવરી લહેંગામાં રેમ્પ વોક કર્યું. આ લહેંગો અનન્યા પર ખૂબ સુંદર દેખાઈ રહ્યો હતો અને તેની ડિઝાઈન જોવા લાયક હતી.

રેમ્પ પર અનન્યાએ આ સુંદર લહેંગામાં એક ફુંદરડી પણ ફરી. જેના કારણે તેનો લુક ખૂબ જ સુંદર દેખાઈ રહ્યો હતો. તેની સાથે અનન્યાએ હેવી નેકલેસ પહેર્યો હતો અને વાળ ખુલા રાખ્યા હતા. લાઈટ મેકઅપમાં તે ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી.

આ ઉપરાંત અનન્યા પાંડેએ ડિઝાઈનર અર્પિતા મહેતા માટે રેમ્પ વોક કર્યું. અનન્યાએ ફ્લોરલ કઠાઈ વાળો પિંક લહેંગો પહેર્યો હતો.

આ લુકને પુરો કરવા માટે અનન્યાએ હાથમાં ખૂબ સુંદર બંગડી પણ પહેરી હતી.

અનન્યાને સપોર્ટ કરવા માટે તેનો પરિવાર પણ આ ઈવેન્ટમાં પહોંચ્યો હતો.

અનન્યાના પિતા ચંકી પાંડે, તેની માતા, નાની બહેન અને કઝીન અલાના પાંડે આ ઈવેન્ટમાં શામેલ થયા હતા.

આ દરેકને જોઈને ખબર પડી રહી હતી કે દરેક અનન્યાની આ ઉપલબ્ધિથી ખૂબ ખુશ છે.

Read Also

Related posts

જેની નવરાત્રીમાં ખાસ જરૂર હોય છે તે જ હવે લોકો ન ખરીદતા વેપારીઓ ચિંતામાં

Mayur

નવરાત્રિ પહેલાં બેન્કોનું કામ પતાવજો ફટાફટ, આ કારણોને લીધે રહેશે બંધ

Dharika Jansari

ઈલેક્ટ્રીક ડિવાઈસોમાં આ રીતે થાય છે સોનાનો ઉપયોગ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!