GSTV
Home » News » આજે મૌની અને સોમવતી અમાવસ્યાનો સંયોગ, કુંભનગરી પ્રયાગરાજમાં શાહી સ્નાન આયોજિત

આજે મૌની અને સોમવતી અમાવસ્યાનો સંયોગ, કુંભનગરી પ્રયાગરાજમાં શાહી સ્નાન આયોજિત

આજે મૌની અને સોમવતી અમાવસ્યાનો સંયોગ છે. ત્યારે ઉત્તર પ્રદેશની કુંભ નગરી પ્રયાગરાજમાં શાહી સ્નાન આયોજિત થયુ છે. જ્યાં કરોડો લોકો પવિત્ર ત્રિવેણી સંગમમાં ડુબકી લગાવીને ધન્યતા અનુભવી રહ્યા છે. આજે પ્રયાગરાજ દુનિયાનું સૌથી વધુ આબાદી ધરાવતુ શહેર બની ગયું છે. મૌની અમાવસ્યા પર એક દિવસમાં લગભગ પાંચ કરોડ લોકો પ્રયાગરાજ પહોંચવાની આશા છે.

આજના બીજા શાહી સ્નાનમાં સામેલ થવા માટે હજારો સાધુ સંતો પણ પ્રયાગરાજમાં છે. અને સવારે સવા છ વાગતાની સાથે જ સંન્યાસી અખાડાઓના સાધુ સંતો સહિત હજારો પવિત્ર શ્રદ્ધાળુઓએ ત્રિવેણી સંગમમાં ડુબકી લગાવી હતી. આ પહેલા મહા નિર્વાણી અખાડા, સંગત તટ પર પહોંચ્યો હતો. તો સાથે જ અટલ અખાડા પણ તેમની સાથે જોવા મળ્યો હતો. જે બાદ વૈરાગી અને ઉદાસીન અખાડાઓએ સ્નાન કર્યુ હતુ.

Related posts

ગ્લોબલ વોર્મિંગને કારણે 8 કરોડ નોકરીઓ નાબૂદ થશે, 2030 સુધીમાં ભારતની સ્થિતિ કાંઇક આવી હશે

Riyaz Parmar

હિમાલયમાં ઝડપથી ગ્લેશિયર પીગળવાનો સિલસિલો યથાવત, પાણીની તંગી સર્જાશે?

Riyaz Parmar

આઇસલેન્ડમાં જોવા મળ્યું જળવાયુ પરિવર્તનનું વરવું દ્રશ્ય, ધરતી માટે જોવા મળ્યા આ સંકેતો

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!