GSTV

દશેરા પર ખેડૂતો પીએમ મોદી અને અમિત શાહના પૂતળા બાળશે: સંયુક્ત કિસાન મોરચા

Last Updated on October 9, 2021 by Vishvesh Dave

લખીમપુર ખેરી હિંસા કેસમાં કાર્યવાહીથી અસંતુષ્ટ, સંયુક્ત કિસાન મોરચાએ આજે ​​દિલ્હીમાં પત્રકાર પરિષદ સંબોધી હતી અને આ દરમિયાન યોગેન્દ્ર યાદવે કહ્યું હતું કે દશેરાના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના પૂતળા દહન કરવામાં આવશે.

lakhimpur kheri violence skm modi shah effigies dusshera | दशहरे पर किसान पीएम मोदी और अमित शाह का पुतला जलाएंगे: संयुक्त किसान मोर्चा

સંયુક્ત કિસાન મોરચાએ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા અને તેમના પુત્ર આશિષ મિશ્રાની ધરપકડ કરવાની માંગ કરી છે. તેમજ અજય મિશ્રાને કેબિનેટમાંથી હટાવવાની માંગ કરી હતી.

સંયુક્ત કિસાન મોરચાએ જણાવ્યું હતું કે 12 ઓક્ટોબરે દેશભરના ખેડૂતો લખીમપુર ખેરી પહોંચશે. આ સાથે, ખેડૂતો લખનૌમાં મહાપંચાયતનું પણ આયોજન કરશે.

યોગેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, પ્રથમ કાર્યક્રમ અંતર્ગત 12 મી તારીખે, ખેડૂતો અને પત્રકારો જેઓ શહીદ થયા છે તેમના માટે અમે લખીમપુરના તીકોનિયા ખાતે છેલ્લી અરદાસ કરીશું.

દેશભરના ખેડૂતો 12 મીએ લખીમપુર પહોંચશે. અમે સમગ્ર દેશના નાગરિકોને તેમના ઘરે રાત્રે 8 વાગ્યે મીણબત્તી પ્રગટાવવા અપીલ કરીએ છીએ.

યાદવે કહ્યું કે 15 ઓક્ટોબર, દશેરાના દિવસે તમામ ખેડૂતો વડાપ્રધાન મોદી અને અમિત શાહના પૂતળા દહન કરશે. 18 ના રોજ ટ્રેન બંધ કરશે. 26 મીએ લખનઉમાં વિશાળ મહાપંચાયત થશે.

ખેડૂત નેતા ડો. દર્શનપાલે શનિવારે જણાવ્યું હતું કે અજય મિશ્રાના પુત્રએ થાર જીપ વડે ખેડૂતો પર હુમલો કર્યો હતો. અજય મિશ્રાએ આતંકનું વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ કર્યો.

આ સાથે જ ખેડૂત નેતા જોગીન્દર ઉગ્રહને કહ્યું કે અમારું આંદોલન સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે. અમને ખાલિસ્તાની કહેવાયા. આતંકવાદી તરીકે ઓળખાતા હતા, પરંતુ 3 મહિનાથી ભાજપ સરકાર હિંસા પર ઉતરી છે. ખટ્ટરનું નિવેદન સાંભળો, કૃણાલમાં ખેડૂતોને માર માર્યો, પરંતુ અમે બિલકુલ હિંસા નહીં કરીએ. અમે સહન કરીશું અને લડતા રહીશું.

તેમણે કહ્યું કે આશિષ મિશ્રાની પૂછપરછ કરવામાં આવે છે, પરંતુ અમારી માંગ છે કે આશિષ મિશ્રાની ધરપકડ કરવામાં આવે. પિતા અને પુત્ર બંનેની ધરપકડ થવી જોઈએ. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અને તેમના પુત્રએ કાવતરું ઘડ્યું હતું. સંયુક્ત કિસાન મોરચાની માંગ છે કે બંનેની ધરપકડ કરવામાં આવે.

ALSO READ

Related posts

ઓમીક્રોનના ડર વચ્ચે 6 રાજ્યોને અપાયું એલર્ટ, ફરી વધી શકે છે કોરોના સંક્રમણ

Zainul Ansari

સંયુક્ત કિસાન મોરચા બેઠક કમિટી માટે પાંચ સભ્યોના નામની કરાઈ પસંદગી, અનેક મુદાઓ પર કરશે સરકાર સાથે ચર્ચા

Zainul Ansari

સરહદ પર 94 હજારથી પણ વધારે સૈનિકો થયા તૈનાત, બાઈડને આપી રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ચેતવણી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!