નવલખી ગેંગરેપની ઘટનામાં રાજ્યના ગૃહમંત્રીએ બનાવની જગ્યાએ જાહેરમાં કરેલી ટકોરનો ખુદ પોલીસ અધિકારીઓ દ્વારા જ અમલ નહીં થયો હોવાની ચર્ચા પોલીસ બેડામાં કેન્દ્રસ્થાને રહી છે. નવલખી બળાત્કાર કેસમાં વડોદરા પોલીસની ૩૫ ટીમો તપાસ કરી રહી હતી.નવલખી કમ્પાઉન્ડની આસપાસના વિસ્તારોમાથીં થયેલા કોલ્સની ડિટેલ પર પોલીસનું ધ્યાન કેન્દ્રિત હતું.પરંતુ આઠ લાખ કોલ્સની સ્ક્રુટિની કરવી ખૂબ મુશ્કેલ કામ હતું.

ગૃહમંત્રીએ પણ ગેંગરેપ સ્થળની લીધી મુલાકાત
આ દરમિયાન રાજ્યના ગૃહમંત્રી ગેંગરેપ થયો તે સ્થળે મુલાકાતે આવ્યા હતા અને તેમણે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઇ હોવાની અને તમામ એજન્સીઓની તપાસ વડોદરા પોલીસ કમિશનરના વડપણ હેઠળ થશે તેવી જાહેરાત કરી હતી. પરંતુ,વડોદરા પોલીસે પુરા પાડેલી કોલ્સ ડિટેલના આધારે ગુનેગારો સુધી પહોંચી ગયેલી અમદાવાદ પોલીસે બંને બળાત્કારીઓની અટકાયત કરી વડોદરા પોલીસને જાણ સુધ્ધા કર્યા વગર અમદાવાદ લઇ જતાં વડોદરા પોલીસ જોતી રહી ગઇ હતી.

પોલીસ કમિશનરે કહ્યું,ગુજરાત પોલીસનું સારૂ દેખાયું છે
પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે,નવલખી કમ્પાઉન્ડની અત્યંત ગંભીર ઘટનાના આરોપી પકડાય તે જ અમારા માટે મહત્વનું હતું.અમદાવાદ પોલીસે આરોપી પકડયા તેનો વિવાદ છે જ નહીં.વડોદરા પોલીસે પણ ખૂબ મહેનત કરી છે.આખરે સારૃં ગુજરાત પોલીસનું દેખાયું છે.બળાત્કારીઓને ફાંસી સુધી પહોંચાડવા માટે અમે કાયદા વિભાગ સાથે સંકલન કરી રહ્યા છીએ.
READ ALSO
- ખેડૂત આંદોલન/ મોદીનો છે કાર્યક્રમ એ લાલ કિલ્લા પર પહોંચી ખેડૂતોનો લલકાર, કૃષિ કાયદાઓને પાછા હટાવો
- Health Tips/ મેન્ટલ હેલ્થ માટે ખૂબ જ જરૂરી છે હ્યૂમન ટચ, જાણો હગ કરવાના શું છે ફાયદા
- ડેપ્યુટી સીએમ નીતિન પટેલે રાત્રી કર્ફ્યુમાં રાહતમાં આપ્યા સંકેત
- ખેડૂત આંદોલન અપડેટ/ દિલ્હી મેટ્રોના આ રૂટને કરી દેવાયા બંધ, ખેડૂતો અને પોલિસ વચ્ચે ઝપાઝપીના બન્યા બનાવો
- ખેડૂત આંદોલન/ લાલ કિલ્લા અને ઈન્ડિયા ગેટ પાસે ખેડૂતો અને પોલિસ વચ્ચે થયું ઘર્ષણ, ખેડૂતો પર લાઠીચાર્જ અને ટિયરેગસના છેલ છોડાયા