GSTV

દુનિયાને Cut+Copy+Pasteની મહાન ભેટ આપનારા વૈજ્ઞાનિકનું નિધન, જાણો કોણ છે આ મહાન હસ્તી

કમ્પ્યૂટરનું જ્ઞાન ધરાવતા દરેક વ્યક્તિને કટ, કૉપી અને પેસ્ટના ટર્મથી માહિતગાર હશો જ. કટ, કૉપી અને પેસ્ટને જેણે ઈન્વેંટ કર્યું, તે સ્ટીવ જૉબ્સ જેટલા પોપ્યુલર તો થઈ શક્યા નહીં, પણ તેમનું યોગદાન ક્યારેય ન ભૂલી શકાય તેવું છે. કટ, કૉપી અને પેસ્ટના જન્મદાતાનું આજે નિધન થઈ ગયું છે. આ વૈજ્ઞાનિકનું નામ છે. લૈરી ટેસ્લર.

આવી રીતે જન્મ થયો કટ, કૉપી અને પેસ્ટની ટેકનોલોજી

લૈરી ટેસ્લરનો જન્મ ન્યૂ યોર્કમાં થયો હતો, તેમણે સ્ટૈનફોર્ડ યુનિવર્સિટીમાંથી કમ્પ્યૂટર સાયન્સનો અભ્યાસ કર્યો હતો. 1973માં તેમણે Xerox Palo Alto Research Center (PARC)માં જોડાયા. અહીંથી જ શરૂ થાય છે કટ, કૉપી અને પેસ્ટ યૂઝર ઈંટરફેસની કહાની. ટેસ્લરે PARCમાં ટિમ મૉક સાથે મળીને જિપ્સી ટેક્સ્ટ એડિટર તૈયાર કર્યું. આ જ જિપ્સી ટેક્સ્ટ એડિટરમાં તેમણે ટેક્સ્ટને કોપી અને મૂવ કરવા માટે મોડલેસ મેથડ તૈયાર કર્યું. અહીંથી જ કટ, કૉપી અને પેસ્ટની ટર્મનો જન્મ થયો.લૈરી ટેસ્લરે પોતાની CVમાં લખ્યું છે કે, તે મોડલેસ એડિટીંગ અને કટ, કૉપી પેસ્ટના શરૂઆતી ઈન્વેંટર છે. જો કે, તેમણે CVમાં એ પણ લખ્યું છે કે, પણ તેમણે ભૂલથી ફાધર ઓફ ગ્રાફિકલ યૂઝર ઈંટફેસ ફોર મૈકિનતૉશ કહેવામાં આવ્યા છે, પણ તેઓ નથી.

લૈરી ટેસ્લરને PARCમાં જ કટ, કૉપી અને પેસ્ટને ડેવલપ કર્યું

જો કે, બાદમાં કટ, કૉપી અને પેસ્ટનો કન્સેપ્ટ કમ્પ્યૂટરના ઈંટરફેસ અને ટેક્સ્ટ એડિટર્સ માટે લાવવામાં આવ્યું છે. જે PARC કંપનીમાં લૈરી કામ કરતા હતા, તેનાથી શરૂઆતમાં ગ્રાફિકલ યૂઝર્સ ઈંટરફૈસ અને માઉસ નેવિગેશનનું ક્રેડિટ જાય છે.અહીં ઉલ્લેખનીય છે કે, એપલના કો-ફાઉન્ડર સ્ટીવ જૉબ્સે પણ PARCના આ રિસર્ચને એપલ પ્રોડક્ટ્સને વધુ સારી બનાવવા માટે ઉપયોગમાં લીધી હતી. કહેવાય છે કે, જ્યારે સ્ટિવ જૉબ્સ Xerox આવ્યા હતા, ત્યારે તે જ ટીમમાં લૈરી ટેસ્લર પણ ત્યાં જ હાજર હતા.

READ ALSO

Related posts

લોકડાઉનમાં પોલીસ સાથે રમત રમવી યુવકને પડી ભારે, પોલીસના લોગો વાળું ટી શર્ટ પણ આવ્યું કામ

Nilesh Jethva

ભરૂચ નગરપાલિકાના કર્મચારીઓએ લોકડાઉનના ઉડાડ્યા લીરેલીરા, પોલીસે કરી કાર્યવાહી

Nilesh Jethva

Lockdown તોડીને બહાર નિકળ્યા તો કોઈ નાની મોટી સજા નહીં થશે આટલા વર્ષોની જેલ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!