ભારતમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હાફિઝ સઇદે પોતાની ધરપકડની વિરૂદ્ધ લાહોર હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. કોર્ટે સોમવારે આ અરજીનો સ્વિકાર પણ કર્યો છે.

કોર્ટે આ મુદ્દે પાકિસ્તાનની પંજાબ સરકાર અને આતંકવાદ વિરોધી વિભાગ પાસેથી જવાબ માંગ્યો છે. આ કેસની આગામી સુનાવણી 28 ઓક્ટોબરે હાથ ધરાશે. ટેરર ફંડિંગ મામલે આતંકવાદ વિરોધી વિભાગે જમાત-ઉદ-દાવાના વડા હાફિઝ સઇદની 17 જુલાઇએ લાહોરમાંથી ધરપકડ કરી હતી.

પાકિસ્તાને હાફિઝ સઇદ ઉપરાંત અન્ય લોકોની ધરપકડનો પણ દાવો કર્યો હતો. જો કે ભારતે હાફિઝ સઇદની ધરપકડને માત્ર ડ્રામા ગણાવ્યો હતો. પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોથી બચવા માટે નાટક કરી રહ્યું હતુ.
READ ALSO
- સોનીના Alpha 9 II Cameraની બજારમાં થઈ ધમાકેદાર એન્ટ્રી, કિંમત અને ફીચર જાણી થશો ખુશખુશાલ
- બોલિવૂડમાં થયું એન્કાઉન્ટર ત્યારે આ હીરોએ નિભાવ્યો છે દમદાર રોલ
- કંગાળ પાકિસ્તાનને પણ 1.3 અબજ ડોલરની લોન આપનાર કોઈ મળ્યું ખરું…
- સઉદી અરેબિયાની ઓઇલ કંપની અરામકોએ આઇપીઓ દ્વારા 25.6 અબજ ડોલર એકત્ર કર્યા
- અયોધ્યા ચૂકાદાની ફેર વિચારણા માટે સુપ્રીમમાં વધુ છ અરજી દાખલ