મોદી સરકારની પાક વીમા યોજનાનો દેશના આ જિલ્લાને નથી મળતો લાભ

દેશમાં હિમાચલ પ્રદેશમાં આવેલ  લાહોલ-સ્પીતિ જિલ્લો એવો છે જેને પાક વીમા યોજનાના લાભથી બહાર રાખવામાં આવ્યો છે. અહી થનાર રોકડ પાકોની સાથે સફરજનને પણ વડાપ્રધાન વીમા યોજનામાં સમાવેશ કરવામાં આવેલા નથી. અહીની અંદાજે 5 હજાર વીધા જમીન પર બટાટા, વટાણા, કોબી અને લિલિયમના ફૂલોની ખેતી થઈ રહી છે.

અહીનું અર્થતંત્ર કૃષિ પર આધારીત

અંદાજે 2 હજાર વીઘા જમીન પર સફરજનના બગીચા આવેલા છે. વિકટ ભૌગોલિક પૃષ્ઠભૂમિના કારણે અહી આખુ વર્ષ એક પાક ચક્ર ચાલે છે. અહીનું અર્થતંત્ર કૃષિ પર આધારીત છે તેમ છતા આ જિલ્લાને વડાપ્રધાન પાક વીમા યોજનાનો લાભ નથી મળતો. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર  બાગાયતી પાકો ખરીફ પાક અંતર્ગત આવઅવા જોઈએ પરંતુ વડાપ્રધાન પાક વીમા યોજનાના વિસ્તારમાં જુવાર, બાજરી, મક્કાઈ, શેરડી, કપાસ અને ચોખા જેવા પાકનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પૈકીના એક પણ પાકનુ ઉત્પાદના આ જિલ્લામાં નથી થતુ.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter