GSTV

નાઇજીરિયામાં ત્રણ માળની ઇમારત ધરાશાયી: 10નાં મોત, 37 બચાવાયા

Last Updated on March 16, 2019 by

નાઇજીરિયાના ભરચક વિસ્તારમાં ત્રણ માળની એક ઇમારત પડી જતાં દસ જણાના મોત થયા હતા અને અનેક લોકો ફસાયા હતા.ટોચ પર ચાલતી શાળાના લગભગ એક સો બાળકો પણ તેમાં ફસાયા હોવાનું સત્તાવાળાઓએ કહ્યું હતું. બચાવ ટુકડીએ જો કે ૩૭ જણાને જીવતા બચાવી લીધા હતા.

ગુસ્સે ભરાયેલા પરિવારો કાટમાળની આસપાસ ભેગા થયા હતા અને બાળકોને બચાવવા તેમને શોધવામાં મદદ કરી રહ્યા હતા. બચાવ ટુકડી એક જણને જીવતો બચાવી લાવી હતી ત્યારે લોકોએ ચીચીઆરી પાડી તેને વધાવી લીધો હતો, પરંતુ બીજી જ ક્ષણે એક વ્યક્તનું મૃતદેહ બહાર લાવતા લોકો દુ:ખી થયા હતા.

એક મહિલાને પણ જીવતી બહાર કાઢી શકાઇ હતી.ઇટા ફાઝી વિસ્તારમાં  સાંજની નમાઝ માટે અઝાન અપાઇ રહી હતી ત્યારે અનેક લોકો આતુરતાથી કાટમાળમાંથી કોને બહાર કાઢવામાં આવી રહ્યો છે તે જતાં હતા.

પીળા યુનિફોર્મમાં બચાવ ટુકડી ધુળથી ભરેલા માણસોને બહાર કાઢતી જોવા મળી હતી.’કોઇ પણ જાતની દુર્ઘટનામાં  કિંમતી જીવ ખોવાય ત્યારે ખૂબ દુખ થાય છે, ખાસ તો બાળકો અને યુવાનોના મોત પર અફસોસ થાય છે’એમ નાઇજીરિયાના પ્રમુખ મુહમ્મદુ બુહારીએ કહ્યું હતું.

બચાવી લેવાયેલા બાળકોને એમ્બ્યુલેન્સમાં લઇ જવામાં આવ્યા હતા. માથામાંથી લોહી નીકળતાં એક વ્યક્તિએ તેને હાથથી દબાવી દીધો હતો. રાત્રે બચાવ કામગીરીને વધુ તેજ બનાવવામાં આવી હતી.

નેશનલ ઇમર્જન્સી મેનેજમેન્ટ એજન્સીના પ્રવકતા ઇબ્રાહીમ ફારિનલોયે કહ્યું હતું કે  ૩૭ જણાને કાટમાળમાંથી જીવતા બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઇમારત ક્યા કારણસર પડી ગઇ તેની જાણકારી મળી ન હતી. પરંતુ આવી ઘટનાઓ નાઇજીરિયામાં સામાન્ય મનાય છે. અહીંયા ગેરકાયદે બાંધકામનો રાફડો ફાટયો છે.

Related posts

7 દિવસમાં તૈયાર થઇ જશે ફસલ! બાલકનીથી લઇ બેડરૂમ સુધી ઉગાડી શકો છો, લાખોની થશે કમાણી

Damini Patel

મેઘ મલ્હાર/ રાજ્યમાં વરસાદ બાદ કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યુ, ગુજરાતના આ મિનિ કાશ્મીરમાં પ્રવાસીઓ ઉમટી પડ્યાં

Bansari

મોટી રાહત: એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર વોટ્સએપ અથવા મિસ્ડ કરીને પણ બુક કરાવી શકશો ગેસ સિલેન્ડર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!