GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

આ મહિલા એક વર્ષથી પાણી પીતી નથી, તેમ છતાં શરીરમાં જે ફેરફાર થયા છે બાપ રે…!

કોઈ પણ વ્યક્તિ પાણી પીધા વગર જીવતું રહી શકે ખરા અને તે પણ એક વર્ષ સુધી ? તમે કહેશો કે, નહીં…પણ ઈંડોનેશિયામાં એક મહિલા પાણી પીધા વગર જીવતી રહે છે. તેણે છેલ્લા એક વર્ષથી પાણી પીધુ નથી અને હવે તેના શરીમાં અમુક એવા ફેરફાર થઈ રહ્યા છે કે, જેને કારણે તે હેરાન થઈ ગઈ છે.

આ મહિલાનું નામ સોફી પાર્તિક છે. અને તેને યોગા ટીચર છે. સોફિએ દાવો કર્યો છે કે, તે છેલ્લા એક વર્ષથી પાણી પીધા વગર જીવતી છે. તેના સ્વાસ્થ્યમાં ઘણો ફર્ક આવ્યો છે. અને હવે તે પહેલા કરતા પણ વધારે સ્વસ્થ દેખાઈ રહી છે. જો કે, પાણીની જગ્યાએ તે હવે ફળ ખાઈ રહી છે અને તેનો જ્યૂસ પણ પીવે છે. ઉપરાંત તે નારિયેળ પાણી પીવે છે.

સોફિ જણાવે છે કે, પહેલા તેના ચહેરા પર સોઝો, ફૂડ એલર્જી અને પાચનક્રિયા જેવી સમસ્યાઓથી પીડાતી હતી. ઘણા ઉપચાર કરાવ્યા પણ કોઈ ફાયદો થયો નહીં. ત્યાર બાદ તેની એક ફ્રેન્ડે તેને ડ્રાય ફાસ્ટિંગ કરવાનું કહ્યું. હકીકતમાં જોઈએ તો, ડ્રાઈ ફાસ્ટીંગનો અર્થ છે પાણી વગર રહેવું. તે કહે છે કે, આનાથી તેને ઘણો ફાયદો થયો છે.

સોફી જણાવે છે કે, હાલમાં તે કોઈ પણ પ્રકારનું પ્રવાહી લીધા વગર 52 કલાક સુધી રહી શકે છે. અને હવે તે ઈચ્છે છે કે, કોઈ પણ પ્રકારનું પ્રવાહી લીધા વગર 10 દિવસ સુધી રહી શકે. પાણી બાબતમાં સોફી એકદમ બદલાઈ ગઈ છે. તેનું કહેવું છે કે, આ લોકોનો ભ્રમ છે કે, પાણી વગર કોઈ જીવીત ન રહી શકે. પણ જો આપણે સંયમ રાખીએ તો આપણી ઈચ્છાઓ પર કાબૂ મેળવી શકીએ છીએ.

સોફીના પરિવારવાળા પણ આ જોઈ હેરાન છે કે, સોફી કઈ રીતે પાણી વગર આટલા દિવસ રહી શકે છે. જો કે, સોફી તો પાણી વગર પણ સારુ ફિલ કરી શકે છે. તે જણાવે છે કે, ડ્રાઈ ફાસ્ટીંગ કરવાથી આપણને ટૂંક સમયમાં જ ખ્યાલ આવે છે કે, તમે પાણી પીધા વગર પણ રહી શકો છો.

READ ALSO

Related posts

લાઠીના જરખિયામાં નદીમાં ડૂબી જવાથી યુવકનું મોત, ટીડીઓ-મામલરદાર સહિતનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો

pratik shah

મોખરાના ભારતીય ક્રિકેટરોએ મંદીર ભૂમિપૂજન અંગે કહ્યું જય શ્રીરામ…પણ…

Bansari

ધોધમાર વરસાદને પગલે કુતિયાણામાં જળ બંબાકાર, ખેતરોમાં ભરાયા પાણી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!