આ મહિલા સવાર થતા જ શોધવા માંડે છે તળાવ, ઘેરા રહસ્ય પાછળ છે આ કારણ

આમ તો તમે ઘણા અજીબોગરીબ સમાચાર સાંભળ્યા હશે. પરંતુ આજે અમે તમને એવા સમાચાર જણાવવા જઇ રહ્યાં છીએ, જેને સાંભળીને તમે હેરાન થઇ જશો. આ સમાચાર વિદેશના નહીં, પરંતુ આપણા જ દેશના છે. અમે તમને એક એવી મહિલા વિશે જણાવવા જઇ રહ્યાં છીએ જે સવારે ઉઠતા જ તળાવને શોધવા લાગે છે. આખરે આ મહિલાને પાણી સાથે આટલો બધો પ્રેમ કેમ છે.

ખરેખર, પશ્ચિમ બંગાળના કટવા જિલ્લાના ગોવઈ ગામમાં રહેતી પટુરાની (કાલ્પનિક નામ) નામની મહિલાની ઉંમર લગભગ 60 વર્ષ છે. આ મહિલાના પરિવારજનોનું કહેવુ છે કે છેલ્લા 20 વર્ષથી પટુરાની દરરોજ સવારે ઉઠીને તળાવ અથવા પાણીવાળી જગ્યા શોધવા નિકળી જાય છે. દરરોજ 12 થી 14 કલાક પાણીમાં રહે છે. દરરોજ સવારે સૂર્યોદય પહેલા તેણી તળાવમાં ઉતરી જાય છે અને સાંજે સૂર્યાસ્ત થતા પહેલા ઘરમાં પાછી આવી જાય છે.

અહીં જણાવવાનું કે આ મહિલા પોતાના ગળા સુધીના શરીરને પાણીમાં ડૂબાડીને રાખે છે અને આખો દિવસ તળાવમાં જ બેસી રહે છે. તળાવમાં રહીને તેણી લોકો સાથે વાતચીત કરે છે અને ત્યાં જ જમવાનું આરોગે છે. જ્યારે તેને ઘરે જવાનુ હોય છે ત્યારે તેણી તળાવમાંથી બહાર નિકળે છે. આમ તો આવુ જાણીને આશ્ચર્ય લાગ્યુ હશે.

જણાવાઈ રહ્યું છે કે પટુરાનીને એક અજીબ બિમારી 20 વર્ષ પહેલા થઇ હતી. જેના કારણે તેમને ચામડી પર વધારે બળતરા થાય છે. આ બળતરાથી બચવા માટે પટુરાની દરરોજ સવારે તળાવમાં જઇને બેસી જાય છે.

જોકે, પટુરાનીની દીકરીનુ કહેવુ છે કે 20 વર્ષ પહેલા તેમની તબિયત ખરાબ હોવાને કારણે તડકામાં જતા જ તેમની ચામડી બળવા લાગતી હતી અને તેમને ખૂબ ગરમી લાગતી હતી અને પાણીમાં જતા જ રાહત મળતી હતી. જેને પગલે તેમણે પોતાનુ જીવન વ્યતિત કરવા માટે આ માર્ગ પકડ્યો અને દરરોજ તળાવમાં જવા લાગી. પટુરાની વર્ષ 1998થી આવુ કરી રહી છે. હવે તો લોકો એવુ સમજવા લાગ્યા છે કે તળાવમાં જ આ મહિલાની આત્મા રહેવા માંડી છે, કારણકે તેઓ આખો દિવસ તળાવમાં જ વિતાવે છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter