તાઈવાનમાં એકે નાસ્તાની હોટલની માલકિને તેને “Aunty” ન કહેવા માટે દુકાનની બહાર એક બોર્ડ લગાડ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે માલકિન નથી ઈચ્છતી કે કોઈ તેને “આંટી” કહે, જ્યારે લોકોએ તેને “આંટી” કહેવાનું બંધ ન કર્યું, તો અંતે હોટલના બાર પર એક બોર્ડ લગાવી દીધું. આ બોર્ડનો એક ફોટો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેને ફેસબુકના એક ગ્રુપ દ્વારા અપલોડ કરવામાં આવ્યો છે. ફોટો અપલોડ કરનારે આ તસવીર સાથે પોતાનો અનુભવ પણ શેર કર્યો છે.

શું છે આ વાયરલ સમાચારનું રહસ્ય
તાઈવાન ન્યૂઝના અહેવાલમાં ખુલાસો થયો છે કે એક હોટલના માલકિને પોતાને “આંટી” કહેવાનો ઇનકાર કર્યો છે. આ હોટેલ તાઓયુઆનમાં સ્થિત છે, જે ન્યુ તાઈપેઈના દક્ષિણપશ્ચિમમાં એક શહેર છે જે વિવિધ પ્રકારના નાસ્તાનું વેચાણ કરે છે. આ પોસ્ટ Baofi Commune નામના ફેસબુક ગ્રુપના સભ્ય દ્વારા શેર કરવામાં આવી છે. સભ્યએ તે હોટલનો પોતાનો અનુભવ પણ શેર કર્યો છે.
પોસ્ટમાં, સભ્યએ લખ્યું છે કે “આંટી” ન કહેવા માટે સાઈન બોર્ડ ચોંટાડ્યું છે. બોર્ડ વાંચે છે, “ફૂડ ઓર્ડરની ક્વોલિટી જાળવવા માટે, 18 વર્ષ અને તેથી વધુ ઉંમરના વ્યક્તિઓ, કૃપા કરીને માલિકને આંટી ન બોલાવો.” તમને જણાવી દઈએ કે આ બોર્ડ પર હોટલ માલકિનનો ફોટો પણ છે.
મેમ્બરે પોતાનો અનુભવ કહ્યો
મેમ્બરે પોસ્ટમાં આગળ લખ્યું કે તેણે હોટલમાં ખાવાનું પણ ઓર્ડર કર્યું હતું અને ભૂલથી માલકિનને ‘આંટી ’ કહીને બોલાવી હતી. તેણે ઓર્ડરમાં કહ્યું, “આંટી, મને ડુંગળી સાથે સ્મોક્ડ ચિકનનો જાડો ટુકડો અને એક ગ્લાસ ઠંડુ દૂધ જોઈએ છે.” સભ્યએ જણાવ્યું કે તેના મોંમાંથી “આંટી” શબ્દ સાંભળ્યા પછી, માલકિને તેની અવગણના કરી અને તેનો ઓર્ડર ન લીધો.
દરમિયાન અન્ય એક ગ્રાહકે આ સભ્ય તરફ ઈશારો કરીને હોટલ માલિકને ‘આંટી’ ન કહેવાનું કહેતા બોર્ડ તરફ ઈશારો કર્યો હતો. મેમ્બરે ત્યારબાદ તે મહિલાને “સુંદર મહિલા બોસ” કહ્યા પછી તેનો ઓર્ડર લેવામાં આવ્યો.
તેના પર માલકિને જવાબ આપતા કહ્યું કે આ બોર્ડ તમારા જેવા લોકો માટે જ બનાવવામાં આવ્યું છે. આ ઘટના બાદ મેમ્બરે ફેસબુક ગ્રુપ પર ફોટો શેર કર્યો અને પોતાનો અનુભવ પણ શેર કર્યો.
READ ALSO
- બિપાશા બાસુએ બોલ્ડ અંદાજમાં પ્રેગ્નન્સીની જાહેરાત કરી, 43 વર્ષની ઉંમરે એક્ટ્રેસ બનશે માતાઃ ફોટો જોતાં તમે પણ આહ પોકારી જશો
- ફૂટબોલના રસ્તા પર ચાલી રહ્યું છે ક્રિકેટ, કપિલ દેવને સતાવી રહી છે આ વાતની ચિંતા
- હિંદુ ધર્મમાં પવિત્ર પ્રતિક મનાતા સ્વસ્તિક પર ઓસ્ટ્રેલિયાએ મૂક્યો પ્રતિબંધ, કેનેડાએ અગાઉ આ બાબતે માગવી પડી હતી માફી
- સુરત/ અલ્પેશ કથીરિયાના ભાઇએ કરી મારામારી, હોબાળો મચાવતા ઉઠાવી ગઇ ક્રાઇમ બ્રાન્ચ
- ટાર્ગેટ કિલિંગ/ જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ બે કાશ્મીરી હિંદુ ભાઇઓ પર અંધાધૂંધ વરસાવી ગોળીઓ, એકનું મોત