પ્રશ્ન : મારી ઉંમર ૬૫ વર્ષની છે. છેલ્લા ચાર-પાંચ વર્ષથી વાની બીમારી છે. મારા સાંધા જકડાઈ જાય છે અને શિયાળામાં વધારે જકડાઈ જાય છે.સબંધ કરવાની ખૂબ જ ઈચ્છા થાય છે. મારી પત્નીને પણ સબંધની ઈચ્છા થાય છે, પણ સબંધ કરતી વખતે ખૂબ જ દુખાવો થાય છે. શું મને આર્થાઈટિસ હશે? મારે શું કરવું જોઈએ?
એક પતિ (વડોદરા)
ઉત્તર : તમારી હિસ્ટરી પરથી અને તમે કહ્યું છે કે તમને સાંધાની તકલીફ છે અને શિયાળામાં વધુ દુખે છે એના પરથી મને આર્થાઈટિસ લાગી રહ્યો છે. આર્થાઈટિસ જુદા-જુદા પ્રકારના હોય છે. જો તમે તમારા ફેમિલી ડૉક્ટર કે રૂમેટોલોજિસ્ટને બતાવશો તો તેઓ તમારો દુખાવો દૂર કરવામાં મદદરૂપ થશે. ઘણા લોકોને આર્થાઈટિસમાં સવારે તો ઘણાને રાત્રે વધુ દુખાવો થતો હોય છે. ઘણા કેસમાં પેઈનકિલર લેવાથી ચારથી છ કલાકમાં રાહત થઈ જાય છે તો ઘણાને ગરમ પાણી કે થેલીનો શેક કરવાથી પણ રાહત લાગે છે. એટલે આ પ્રયોગ કરીને ગોળી લીધા પછી સેક્સ કરવું સલાહભર્યું છે. સેક્સની બાબતમાં તમારી પત્ની પાસેથી થોડા કો-ઓપરેશનની જરૂર છે. જે સમયે તમને ઓછું દર્દ થતું હોય એ સમયે સેક્સ કરવાનું રાખશો તો તમારી સેક્સલાઈફ વધુ આનંદી અને સહ્ય થઈ જશે.

હું ૩૫ વર્ષની છૂટાછેડા લીધેલી યુવતી છું, મારા લગ્નમય જીવનના ત્રાસમાંથી મને મારી બહેન અને મારા બનેવીએ મુક્તિ અપાવી. તેમના અહેસાનના બોજ નીચે હું તેમની સાથે તેમના ઘરે રહેવા લાગી. મને ખબર જ ન પડી કે ક્યારે હું મારા બનેવીને ચાહવા લાગી અને અમારી વચ્ચે અનૈતિક સંબંધ પણ બંધાઈ ગયા. હું નોકરી કરું છું અને મારી આવક બહેનના પરિવાર પર ખર્ચાઈ જાય છે. કદાચ એટલે જ બહેનને મને સાથે રાખવી ભારરૂપ નથી લાગતું.
મારી ખાસ બહેનપણી, જે મારી બધી વાતો જાણે છે, તેણે સમજાવ્યું હતું કે હું મારું ભવિષ્ય બગાડી રહી છું. એક ઉંમર વીતી ગયા પછી મને કોઈ સાથે નહિ રાખે. મારે લગ્ન કરી લેવા જોઈએ. તેની વાત સાંભળીને હું વિચારમાં પડી ગઈ છું. કદાચ તે સાચું કહે છે. મારા ઘરના સભ્યો પણ મારા લગ્નની રાહ જોઈ રહ્યા છે પણ મેં પહેલા ક્યારેય વિચાર્યું જ નથી. શું કરવું જોઈએ? સલાહ આપશો?
તમારી બહેનપણી તમારી શુભચિંતક છે, એટલે તેણે તમને હકીકત જણાવી છે. તમારે તમારા ઘરે પાછા જવું જોઈએ અને ઘરના સભ્યોના સહકારથી ફરી ઘર વસાવવાનો પ્રયાસ કરવો જોઈએ. તમારી બહેનનાં બાળકો જે તમને માસી માસી કહીને પ્રેમ અને માન આપે છે, તમારા અને પિતાના સંબંધો વિશે જાણશે તો નફરત કરવા લાગશે અને પછી તમે ન તમારી બહેનના ઘરે રહી શકશો કે ન નવું ઘર વસાવવા લાયક રહેશો. એટલે તે પહેલા તમારે તમારા બનેવી સાથેના અનૈતિક સંબંધો પર પૂર્ણવિરામ મુકવું જોઈએ.

હું ૪૦ વર્ષની પરિણીતા છું. લગ્નના ૧૦ – ૧૨ વર્ષ સુધી જ્યારે હું માતા ન બની શકી તો મારા જેઠે પોતાની બે દીકરીમાંંથી એક દીકરી અમને આપી દીધી. તેને અમે ખૂબ લાડપ્રેમથી રાખી. તેના આવ્યાને ૩ વર્ષ પછી મને દીકરો જન્મ્યો. દીકરો નાનો હતો, એટલે તેની બાજુ હું સ્વાભાવિક રીતે વધારે ધ્યાન આપતી હતી, પણ તેને મારી જેઠાણીએ વિપરીત અર્થમાં લીધું. તેમનું માનવું છે કે હું મારું બાળક જન્મ્યા પછી બદલાઈ ગઈ છું. તે સમયગાળામાં તે અમારે ત્યાં જલદી આવવા લાગી અને દીકરી પ્રત્યે વધારે લાડ બતાવવા લાગી. હવે તે તેમની દીકરીને લઈ જવા ઈચ્છે છે. અમે બંને પતિપત્ની તેને ખૂબ પ્રેમ કરીએ છીએ. અને ઈચ્છીએ છીએ કે તે હંમેશા અમારી સાથે રહે. પણ એવું શક્ય નથી લાગતુ. શું કરીએ?
નાના બાળક પ્રત્યે માતાપિતાએ વધારે ધ્યાન આપવું પડે છે. તે સ્વાભાવિક છે, જેને બીજા લોકો ખોટા અર્થમાં લઈ રહ્યાં છે. તેમની દીકરી પ્રત્યે વધારે આત્મીયતા બતાવવાથી પણ નાનકડી બાળકીનાં મનને ખોટો મેસેજ પહોંચશે, જે તેના નિર્દોેષ મન ઉપર ખોટી અસર કરશે. તેથી જો તેના માતા-પિતા તેને લઈ જવા ઈચ્છતાં હોય તો તમે તેને પાછી લઈ જવા દો. સંબંધમાં કડવાશ ઊભી થાય, તેનાથી સારું તેઓ બાળકીને લઈ જાય. જ્યાં સુધી બાળકી સાથે પ્રેમની વાત છે તે દૂર રહેવાથી પણ ઓછો નહીં થાય. જ્યારે પણ મન થાય તમે તેને મળવા જઈ શકો છો.
પ્રશ્ન : હું ઇન્ટરમીડિએટની વિદ્યાર્થીની છું. ગયા વર્ષે મારા પિત્તાશયનું ઑપરેશન થયું. તે પહેલાં મોટા આંતરડાનું ઑપરેશન થયું હતું. શું આ ઑપરેશનોની મારા દામ્પત્યજીવન પર તો કોઈ અસર નહીં થાય ને? ઑપરેશનને લીધે મારા પેટ પર નિશાન રહી ગયાં છે. ક્યાંક આ કારણસર મારા પતિ મારા પ્રત્યે શંકા તો નહીં કરે?
એક કન્યા (ગાંધીનગર)
ઉત્તર : આ ઑપરેશનથી તમારા દામ્પત્યજીવન પર કોઈ અસર નહીં થાય, પણ જો તમારાં કુટુંબીજનો લગ્નસંબંધ વિશે વાત ચલાવે, ત્યારે વર પક્ષથી કંઈ ન છુપાવે તો. પહેલેથી જ પરિસ્થિતિ અંગે ખુલાસો કરી દેવાથી શંકાની સંભાવના જ નહીં રહે.
Read Also
- દાહોદમાં લૂંટના ઈરાદે હત્યા : ઝાલોદમાં બાઈકસવાર દંપતી પર લૂંટારૂઓએ હુમલો કરતા મહિલાનું મોત, પોલીસે તપાસ હાથ ધરી
- કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું
- મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત
- 5 જૂન સોમવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયાં