GSTV
Gujarat Government Advertisement

ખુલાસો / 19 વર્ષની વયે આ પોપ સ્ટાર પર થયો હતો બળાત્કાર, પ્રગ્નેન્ટ થયા પછી મહિનાઓ સુધી રહી સ્ટૂડિયોમાં કેદ

Last Updated on May 22, 2021 by Karan

લેડી ગાગા એક અમેરિકન સિંગર છે, જેમના સોન્ગ રિલીઝ થવાની સાથે જ ટ્રેન્ડમાં આવી જાય છે. ગાગાએ તાજેતરમાં જણાવ્યું કે તેમને ટીનેજમાં કેટલા દુખો સહન કર્યા અને કેવી રીતે આગળ વધી.

લેડી ગાગાની કારકિર્દી

પોપ સિંગર લેડી ગાગા તેના સોન્ગ સિવાય ફેશન સેન્સને લઇને પણ ચર્ચામાં રહે છે. લેડી ગાગા એક પ્રખ્યાત હસ્તી છે, પરંતુ તેની આ યાત્રા બિલકુલ આસાન ના હતી. ગાગાએ ટીનેજમાં જ દુ:ખોનો સામનો કરવો પડ્યો, જેને સાંભળી કોઇ પણ હચમચી જશે.

મ્યૂઝિક પ્રોડ્યૂસરે રેપ કર્યો

લેડી ગાગાએ ઓપ્રા વિનફ્રે શોમાં તેના અંગત જીવન વિશે અનેક ઘટસ્ફોટ કર્યા હતા. શોમાં લેડી ગાગાએ તેની સાથે થયેલા જાતીય શોષણ વિશે જણાવ્યું હતું. તેણે જણાવ્યું કે 19 વર્ષની ઉંમરે એક મ્યૂઝિક પ્રોડ્યૂસરે તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ તે પ્રેગ્નેન્ટ થઈ.

‘કપડાં ઉતારવા જણાવ્યું’

લેડી ગાગાએ જણાવ્યું હું 19 વર્ષની હતી. ત્યારે એક પ્રોડ્યૂસરે મને મારા કપડા ઉતારવા કહ્યું. મેં ના પાડી અને હું ત્યાથી નીકળી ગઈ. ત્યારબાદ તેણે મને ધમકી આપી કે તે મારું તમામ મ્યૂજિક કરિયર બરબાદ કરી દેશે અને તે અટક્યો નથી.

હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું

સિંગરે જણાવ્યું હતું કે બળાત્કારના વર્ષો બાદ તે તેના શરીરમાં દુ:ખાવાને કારણે સારવાર માટે હોસ્પિટલમાં ગઈ હતી. તે જણાવે છે કે પહેલા મને દુખાવો થયો, પછી હું સુન્ન થઈ ગઈ. પછી હું થોડા દિવસો સુધી બીમાર રહી. આમ અઠવાડિયાઓ પસાર થતા રહ્યા.

સ્ટુડિયોમાં લોક કરીને રાખી

ગાગાએ જણાવ્યું કે મે અનુભવ્યુ કે આ તે જ પીડા છે જે મને ત્યારે થઈ હતી જ્યારે તે શખ્સે મારા પર બળાત્કાર ગુજારી મને મારા પેરેન્ટ્સના ઘરે પ્રેગ્નેન્ટ થવા છોડી દીધી હતી. કારણ કે ત્યારે મને ઉલટી થઈ રહી હતી અને હું બીમાર હતી. મારું શોષણ થયું. મને ઘણા મહિનાઓ સુધી સ્ટુડિયોમાં બંધ રાખી હતી.

બળાત્કારે ગાગાને બદલી

લેડી ગાગાએ જણાવ્યું કે તે તે વ્યક્તિને ફરીથી જોવા નથી માંગતી. તેણે જણાવ્યું હતું કે બળાત્કાર બાદ તે પહેલા જેવી બિલકુલ નથી રહી. જે ટ્રોમા અને તણાવથી તે પસાર થઈ હતી જેણે તેને હચમચાવી નાખી હતી.

ધીમે-ધીમે આગળ વધી

લેડી ગાગાએ જણાવ્યું કે ઘણા વર્ષો સુધી હું સાઇકોટિક બ્રેક પર રહી. હું એ યુવતી નથી. ત્યારે મે ઘણા બધા MRI કરાવ્યા હતા, પરંતુ તેમા કશુ નથી મળ્યું. પરંતુ તમારા શરીરને બધુ યાદ રહે છે. મને કઇ અનુભવાતુ ન હતુ. મગજ ઓફલાઇન જેવુ થઇ ગયુ હતુ. ત્યારબાદ લેડી ગાગા ધીમે-ધીમે દુ:ખોને ભુલાવી જીવનની નવી શરૂઆત કરી. તેણે થૈરેપી લીધી. અઢી વર્ષની આ થૈરેપી પછી તે નોર્મલ થઈ.

Read Also

Gujarat Government Advertisement

Related posts

નસવાડી: ટ્રાફિક પોલીસનો નવતર પ્રયોગ, હેલ્મેટ વગરના વાહનચાલકોને અટકાવી કરાવ્યું આ કામ

Pritesh Mehta

આયુર્વેદિક નુસ્ખા / ફક્ત 1 ડુંગળીની મદદથી અદૃશ્ય થઈ જશે તાવ, જાણો ખૂબ જ સરળ અને અસરકારક સારવાર

Vishvesh Dave

રાજકોટના આ ડેમની થશે કાયાપલટ, રિવરફ્રન્ટ બનાવવા બ્લુપ્રિન્ટ તૈયાર

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!