GSTV

‘ગેમ ઓફ થ્રોન્સ’ની ખલીસી સાથે થઈ રહી છે લેડી ગાગાની સરખામણી, ગોલ્ડન બ્રોચમાં છુપાયો હતો આ ખાસ મેસેજ

અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડનના શપથ ગ્રહણ સમારોહમાં લેડી ગાગા આકર્ષણનું કેન્દ્ર બની હતી. તેના અવાજે રાષ્ટ્રગાન સાંભળી લોકો ખુશ થયા તેની સાથે તેના આઉટફિટે પણ સૌનું ધ્યાન આકર્ષયું હતું. Schiaparelli Haute Couture સ્ટાઈલનું સુંદર ગાઉન ફ્લૉન્ટ કરનાર લેડી ગાગાએ પોતાના આઉટફિટ પર એક બ્રૉચ પણ લગાવી રાખ્યું હતું. ગોલ્ડન કલરનું આ બ્રૉચ ઘણું સુંદર લાગી રહ્યું હતું. આ ગાઉનને ડેનિયલ રોસબેરીએ ડિઝાઈન કર્યું હતું.

શાંતિ અને એકતાનો મેસેજ આપવાનું સાધન હતું બ્રૉચ

એવું કહી શકાય કે, સિંગરે આ બ્રૉચ વધુ સ્ટાઈલિશ દેખાવવા માટે લગાડ્યું હશે. પરંતુ વાસ્તવમાં સામાન્ય લાગતા બ્રૉચ પાછળ મોટો મેસેજ રહેલો છે. ભેદભાવ અને નફરતના માહોલ વચ્ચે લેડી ગાગાએ આ બ્રૉચ એકતા અને શાંતિના મેસેજ માટે લગાવ્યું હતું. લેડી ગાગાએ પોતાની એક સોશિયલ મીડિયા પોસ્ટ થકી આ વાત સ્પષ્ટ કરી હતી. તેણે લખ્યું કે,‘મોઢામાં ઓલિવની ડાળી લઈ જતું એક કબૂતર. આશા છે કે, આપણે બધા મળીને શાંતિ સ્થાપિત કરીશું.’ લેડી ગાગાએ બ્રૉચનો અર્થ જણાવતા તેના ફેન્સ સિંગરની વિચારધારા મામલે પ્રશંસા કરતા જોવા મળ્યા.

ખલીસી જેવા લુકને કારણે બન્યા મિમ્સ

લેડી ગાગાનો ડ્રેસ માત્ર બ્રૉચ જ નહીં પણ એક અન્ય કારણે પણ ચર્ચામાં રહ્યો. વાઈરલ મિમ્સ જોઈ જાણવા મળ્યું કે, ગાગાની હેરસ્ટાઈલ અને લુક જોઈ લોકો તેની સરખામણી સમગ્ર વિશ્વની સૌથી ચર્ચિત વેબ સીરિઝ ‘ગેમ ઓફ થ્રોન્સ’માં જોવા મળેલી ખલીસી સાથે કરવામા આવી રહી હતી.

લેડી ગાગાને નવા રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહમાં રાષ્ટ્રગાનની તક મળી હતી, એવામાં તેણે એક ઈમોશનલ પોસ્ટ પણ લખી. તેણે જણાવ્યું કે, ‘અમેરિકાએ જૂની વાતોને સ્વીકારી વર્તમાનને સુધારવું જોઈએ અને સારા ભવિષ્યની પ્રાર્થના કરવી જોઈએ.’ તેણે લખ્યું કે,‘આ મારી નિયત છે કે આપણે ઈતિહાસને સ્વીકારી, વર્તમાનને સુધારી અને ભવિષ્ય માટે ઉત્સાહી રહેવું જોઈએ. જે પણ આ મહાન ધરતી પર જન્મયું છે, હું તે તમામ માટે ગાઈશ.’ લેડી ગાગા ઉપરાંત જેનિફર લોપેઝે પણ શપથ ગ્રહણ સમારોહમાં પર્ફોમ કર્યું હતું. તેની ડ્રેસિંગ સ્ટાઈલ પણ સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહી.

READ ALSO

Related posts

ઉત્તર ગુજરાત/ નીતિન પટેલનો ગઢ જીત્યા બાદ વધુ બે નગરપાલિકામાં કમળ ખીલ્યુ, જાણો કેટલી બેઠકો સાથે થયો વિજય

Bansari

સુરત મનપામાં રંગ રાખ્યા બાદ એક વાર ફરી ‘આપ’ના શ્રી ગણેશ, સૌરાષ્ટ્ર, સુરત અને સાબરકાંઠામાં હાંસલ કરી 46 બેઠકો

Pravin Makwana

Instagramએ લોન્ચ કર્યુ નવું ફીચર, મળશે આટલા લોકો સાથે લાઈવ બ્રોડકાસ્ટની સુવિધા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!