GSTV
Home » News » એ…એ…ગઇ….લાઇવ કોન્સર્ટમાં ઉંધે માથે ધડામ થઇ ગઇ લેડી ગાગા, Video છે જોવા જેવો

એ…એ…ગઇ….લાઇવ કોન્સર્ટમાં ઉંધે માથે ધડામ થઇ ગઇ લેડી ગાગા, Video છે જોવા જેવો

હોલીવુડ સિંગર અને એક્ટ્રેસ લેડી ગાગા દુનિયાની સૌથી પોપ્યુલર સેલેબ્રિટીઝમાંથી એક છે. ફિલ્મ એ સ્ટાર ઇઝ બોર્નની એક્ટ્રેસ લેડી ગાગા એક ગ્લોબલ આઇકન છે અને તે પોતાની હટકે સ્ટાઇલ અને જોરદાર ફેશન ચોઇસના કારણે જાણીતી છે. તેમાં કોઇ બે મત નથી કે લેડી ગાગા જ્યાં પણ જાય છે લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કરે છે. તેના પર હંમેશા લાઇમલાઇટમાં બની રહે છે અને હાલમાં જ મેટ ગાલા 2019માં તેની રેડ કાર્પેટ વૉકને કોણ ભૂલી શકે.

લેડી ગાગા સાથે વેગસમાં થઇ આ દુર્ઘટના

જો કે હવે લેડી ગાગા ફરીથી ચર્ચામાં છે અને તેનું કારણ થોડુ વિચિત્ર છે. હકીતતમાં લેડી ગાગાનું ચર્ચામાં આવવાનું કારણ લાસ વેગાસમાં તે સ્ટેજ પરથી ધડામ થઇ ગઇ તે છે. આ દુખદ ઘટના ત્યારે ઘટી જ્યારે લેડી ગાગા એક ફેન સાથે સ્ટેજ પર ડાન્સ કરી રહી હતી અને અચાનક લપસીને ધડામ થઇ ગઇ.

લેડી ગાગા તે સમયે ફેનની સાથે ડાન્સ કરી રહી હતી, ફેનનો પગ લપસ્યો અને તે લેડી ગાગા સાથે જ નીચે પડી ગયો. આ ઘટના ગુરુવાર સાંજની છે જ્યારે લેડી ગાગા એનિગ્મા લાસ વેગાસ રેજીડેંસીમાં પોતાના ફેન્સની ભારે ભીડ વચ્ચે પર્ફોર્મ કરી રહી હતી.

જો કે આ ઘટનામાં લેડી ગાગાને અને તેના ફેનને કોઇ ઇજા નથી થઇ. બંને સ્વસ્થ છે. આ ઉપરાંત લેડી ગાગા પડી ગયાં બાદ ફરીથી ઉભી થઇ અને સ્ટેજ પર પર્ફોર્મ કરવા લાગી. તે પોતાની સાથે ધડામ થઇ ગયેલા ફેનને ભેટી પડી અને કહ્યું કે તેમાં તેની કોઇ બૂલ ન હતી. તે બાદ તેણે સ્ટેજ પર તેની સાથે ગીત પણ ગાયુ.

Read Also

Related posts

ભણતરનાં ભારથી પરેશાન આ નાનકડી બાળકીએ કહ્યુ, “PM મોદીને એક વાર તો હરાવવા જ પડશે” જુઓ VIDEO

Kaushik Bavishi

વાંદરાના હાથમાં લાગ્યો માલિકનો ફોન તો ધડાધડ કરી નાખી ઓનલાઈન શોપિંગ, પછી થયુ એવુ કે…

Kaushik Bavishi

ઈઝરાઈલમાં પેલેસ્ટાઈન આતંકીઓએ તાકી મિસાઈલો, વીડિયો આવ્યો સામે

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!