GSTV

365 દિવસ અહીં નોકરી કરાવીશ, તારા બાપની નોકર થોડી છું! મંત્રીના દીકરાને પોલીસ કોન્સ્ટેબલે આપ્યો દમદાર જવાબ

મહિલા

Last Updated on July 11, 2020 by Arohi

સુરતમાં આરોગ્યમંત્રી કુમાર કાણાનીના પુત્રનો મહિલા કોન્સ્ટેબલ સાથે દુર્વ્યવહાર કરતા વિવાદ સામે આવ્યો છે. એવો આરોપ છે કે આરોગ્યમંત્રી કુમાર કાણાનીના પુત્રએ મહિલા કોન્સ્ટેબલ સાથે દુર્વ્યવહાર કર્યો છે જેના કારણે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ સમગ્ર ઘટનાનો મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવનો ઓડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં મંત્રી કુમાર કાણાંનીના પુત્ર પ્રકાશે દુર્વ્યવહાર કર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

મહિલા કોન્સ્ટેબલ ભડકી ઉઠ્યા હતા

વરાછામાં કર્ફ્યુ વતે કારમાં નીકળેલા ચાર શખ્સોને રોકતા તેમની ભલામણ માટે આવેલા આરોગ્યમંત્રીના પુત્ર સાથે માથાકૂટ થતાં હેડક્વાર્ટરની મહિલા કોન્સ્ટેબલ ભડકી ઉઠ્યા હતા. મહિલા કોન્સ્ટેબલે ‘તારા બાપની નોકર છું’, તેમ કહી તેણે વરાછા પોલીસ ઈન્સ્પેક્ટરને ફરિયાદ કરી હતી જેમાં તેને પોઈન્ટ ઉપરથી હટી જવા માટે કહેવામાં આવ્યું હતું. આ ઘટનાનો ઓડિયો વાઈરલ થયો હતો.

  • આરોગ્યપ્રધાન કુમાર કાનાણીનો પુત્ર વિવાદમાં આવ્યો છે.
  • સુરતમાં કુમાર કાનાણીના પુત્રએ મહિલા કોન્સ્ટેબલ પર રોફ ઝાડતા વિવાદ સર્જાયો છે.
  • વરાછાના માનગઢ ચોક પર ફરજ બજાવી રહેલા મહિલા કોન્સ્ટેબલ
  • સુનિતા યાદવે કર્ફ્યુ દરમ્યાન કારમાં નીકળેલા 4 લોકોને અટકાવતા કુમાર કાનાણીનો પુત્ર તેમની ભલામણમાં આવ્યો.
  • આ દરમ્યાન કુમાર કાનાણીના પુત્રએ કોન્સ્ટેબલ સુનિતા યાદવને 365 દિવસ નોકરી કરાવીશ તેવો દમ માર્યાનો પણ આક્ષેપ થયો છે.
  • કોન્સ્ટેબલ સુનિતા યાદવે વરાછા પોલીસ સ્ટેશનના પીઆઇને આ બાબતની જાણ કરતા ઉલટા પીઆઇએ તેણીને પોઇન્ટ પરથી હટી જવાની સૂચના આપી.
  • પીઆઇ અને મહિલા કોન્સ્ટેબલની વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે.

‘તારા બાપની નોકર છું! તમારા ગુલામ છે અમે લોકો’

મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવ વરાછા માનગઢ ચોક નજીક ગતરાત્રે પોઈન્ટ ઉપર હતી. રાત્રે સાડા દસ વાગ્યાના આસપાસ અરસામાં એક કારમાં ચાર શખ્સો આવ્યા. જેમની સાથે આ કોન્સ્ટેબલની બોલાચાલી થઈ હતી. ચારેયના ફોનથી આરોગ્યમંત્રી કુમાર કાનાણીનો પુત્ર ત્યાં આવી ચઢ્યો હતો. બન્ને વચ્ચે બોલાચાલી દરમિયાન આરોગ્યમંત્રીના પુત્રએ 365 દિવસ કરાવીશ તેવો દમ માર્યાના આક્ષેપ વચ્ચે આ કોન્સ્ટેબલ તેનો ઉધડો લઈ નાંખ્યો હતો. તારા બાપની નોકર છું! તમારા ગુલામ છે અમે લોકો’ તેમ કહી શાન ઠેકાણે લાવી દીધી હતી.

  • આરોગ્યમંત્રીના પુત્ર ઉપર મહિલા કોન્સ્ટેબલ ભડકી
  • હું કાંઈ તારા બાપની નોકર છું કહી મહિલા કોન્સ્ટેબલ ભડકી
  • કરફ્યુ દરમ્યાન કારમાં નીકળેલા ચાર શખ્સોને પોલીસે રોકતા મંત્રીનો પુત્ર ભલામણમાં આવ્યો
  • વરાછા પોલીસ મથકના પીઆઈને આ બાબતની જાણ મહિલા કોન્સ્ટેબલને કરતા પોઇન્ટ પરથી હટાવી દેવામાં આવ્યા
  • મહિલા કોન્સ્ટેબલ સુનીતા યાદવ વરાછાના માનગઢ ચોક ખાતે હતી ફરજ પર
  • જ્યાં મહિલા કોન્સ્ટેબલને 365 દિવસ નોકરી કરાવીશ તેવો દમ માર્યાના આક્ષેપ
  • ઘટના બાદ કોન્સ્ટેબલે પીઆઇ ને કરેલી રજૂઆત બાદ તેને જ પોઇન્ટ પરથી હતી જવા અંગેની સૂચના આપતો ઓડિયો વાયરલ થયો.

પોલીસ ઈન્સ્પેક્ટરને ફોન કરી ફરિયાદ કરતા મળ્યો આ જવાબ

પોલીસ સાથે ગેરવર્તન કરાયાના આક્ષેપ સાથે આ કોન્સ્ટેબલે વરાછા પોલીસ ઈન્સ્પેક્ટરને ફોન કરી ફરિયાદ કરતાં મહિલા કોન્સ્ટેબલને જ પોઈન્ટ ઉપરથી હઠી જવાની સૂચના આપી દેવામાં આવી હતી. આ ઘટનાની પુષ્ટી હજું સુધી થઈ નથી.

Read Also

Related posts

સર ટી હોસ્પિટલ ફરી વિવાદમાં / નર્સિંગ સ્ટાફના 100થી વધુ કર્મચારીઓને એકાએક કરી દેવાયા છુટા

Pritesh Mehta

કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં 2 ઠરાવો પસાર, સોનિયા ગાંધી પંજાબના નવા મુખ્યમંત્રીની કરશે પસંદગી

Vishvesh Dave

નવસારી કૃષિ યુનિ. ખાતે યોજાયું બેનમૂન પ્રદર્શન, બામ્બુ મિશન વાસની ખેતીને અપાયું પ્રોત્સાહન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!