GSTV

દિકરીનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાની તક: સરકારની આ યોજનામાં મળશે 1 લાખ રૂપિયા, જાણો કેવી રીતે મળશે લાભ

કોરોના

Last Updated on September 1, 2020 by Bansari

Ladli Laxmi Yojana: દિકરીઓના સુરક્ષિત ભવિષ્ય માટે મધ્ય પ્રદેશ સરકાર દ્વારા લાડલી લક્ષ્મી યોજના (Ladli Laxmi Yojana 2020)ની શરૂઆત કરવામાં આવી. આ યોજના અંતર્ગત દિકરીના જન્મ બાદ પરિવારને આર્થિક મદદ મળે છે. આ યોજનાનો હેતુ દિકરીઓના ભવિષ્યને મજબૂત કરવુ, તેમના અભ્યાસમાં આર્થિક મદદ કરવાનો છે. આ યોજના અંતર્ગત મહિલાઓને મજબૂત કરવા અને દિકરીઓના રેશિયોમાં સુધાર લાવવા માટે આર્થિક પ્રોત્સાહન આપવામાં આવે છે.

લાડલી લક્ષ્મી યોજના

જણાવી દઇએ કે 1 એપ્રિલ 2007માં મધ્ય પ્રદેશ સરકારે લાડલી લક્ષ્મી યોજનાની શરૂઆત કરી હતી. આ યોજનાથી ઘણાં પરિવારોને લાભ મળશે. મધ્ય પ્રદેશ બાદ આ યોજનાને 6 અન્ય રાજ્યોએ પણ લાગુ કરી છે. લાડલી લક્ષ્મી યોજના અંતર્ગત સરકાર દિકરીના જન્મથી લઇને આગામી પાંચ વર્ષ સુધી દર વર્ષે 6000 રૂપિયાના રાષ્ટ્રીય બચત પત્ર (NSC) ખરીદે છે અને તેને સમયે-સમયે રિન્યૂ કરતી રહે છે. સરકાર કુલ 30 હજાર રૂપિયા દિકરીના નામે કરે છે.

યોજના

લાડલી લક્ષ્મી યોજનાના ફાયદા

આ યોજના અંતર્ગત પ્રદેશ સરકાર દિકરીને ધોરણ-6માં પ્રવેશ સમયે 2000 રૂપિયા અને ધોરણ-9માં પ્રવેશ સમયે 4000 રૂપિયા ચુકવે છે. સાથે જ ધોરણ 11માં પ્રવેશ સાથે 7500 રૂપિયા આપવામાં આવે છે અને જ્યારે દિકરીની ઉંમર 18 વર્ષ થઇ જશે તો તેને 1 લાખ રૂપિયાની રકમથી વધુની ચુકવણી કરવામાં આવે છે. જો કે તે રૂપિયા તેના લગ્ન સમયે જ આપવામાં આવશે.

લાડલી લક્ષ્મી યોજનાની શરતો

સ્કૂલ

આ યોજનનો લાભ ફક્ત મધ્ય પ્રદેશના મૂળ નિવાસીને જ મળશે. સાથે જ અન્ય દિકરીના જન્મ પર જો માતા અથવા પિતાએ પરિવાર નિયોજન અપનાવી લીધું હોય, તે જ આ યોજનાને પાત્ર હશે. અભ્યાસ અધૂરો છોડનારી દિકરીઓને આ યોજનાનો લાભ નહી મળે. લાડલી લક્ષ્મી યોજનામાં ફક્ત ગરીબી રેખાથી નીચે જીવન-ગુજરાન ચલાવતા લોકો પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે.

Read Also

Related posts

IPL 2021 / કાર્તિક ત્યાગીએ છેલ્લી ઓવરમાં બાજી પટલી, પંજાબે જીતેલી મેચ ગુમાવી: રાજસ્થાનની શાનદાર જીત

Zainul Ansari

VIDEO / પલકના ઝબકારે દીવાલ પર ચડી ગઈ આ ‘સ્પાઇડર ગર્લ’, વીડિયો જોઈ લોકો રહી ગયા દંગ: તમે જોયો કે નહીં?

Zainul Ansari

ભોજપુરી સિનેમા : એક સમયે 120 રૂપિયામાં હોટલમાં કામ કરતી હતી મોનાલિસા, આજે છે કરોડોની મલિક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!