લદ્દાખમાં નાપાક ષડયંત્ર રચી રહેલા ચીનની સેના પેંગોંગ લેક પર મોટો પુલ બનાવી રહી છે. ચીન તરફથી પેંગોંગ લેક પર બનાવવામાં આવેલો આ બીજો પુલ હશે. જેનો ઉપયોગ ભારે યુદ્ધ વાહનો, ટેંક, હથિયારબંધ વાહનોને ભારતીય સરહદની એકદમ નજીક પહોંચાડવા માટે કરાશે.

ચીન તરફથી બનાવવામાં આવી રહેલા પહેલા પુલનું કામ પૂર્ણ
ચીન તરફથી બનાવવામાં આવી રહેલા પહેલા પુલનું કામ પૂર્ણ થઈ ગયું છે. એક રિપોર્ટ મુજબ પહેલા પુલનો ઉપયોગ બીજા પુલના નિર્માણ માટે સર્વિસ પુલ તરીકે કરવામાં આવશે. રિપોર્ટમાં રક્ષા સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું કે ચીન પહેલા પુલનો ઉપયોગ પોતાની ક્રેનને સ્થાપિત કરવા અને અન્ય નિર્માણ સામગ્રીઓને લાવવા માટે કરી રહ્યું છે.નવો પુલ પહેલા બનાવવામાં આવેલા પુલની બિલકુલ નજીક છે.આ નવો પુલ પહેલા પુલની તુલનામાં ઘણો મોટો અને પહોળો છે. સૂત્રોએ જણાવ્યું કે ચીનના નવા પુલનું નિર્માણ કાર્ય ત્રણ સપ્તાહ પહેલા જોવામાં આવ્યું છે.

ખુરનાકથી રૂડોકની વચ્ચેના માર્ગનું અંતર 40થી 50 કિલોમીટર ઘટી ગયું
ચીન દ્વારા પેંગોંગ લેકની બંને તરફથી પુલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.ચીનના પુલથી હવે ખુરનાકથી રૂડોકની વચ્ચેના માર્ગનું અંતર 40થી 50 કિલોમીટર ઘટી ગયું છે. ચીનની સેના આ પુલને પોતાના સૈન્ય ઠેકાણા સાથે જોડવા માટે માર્ગ બનાવી રહી છે.ચીનનો પ્રયાસ ભારતીય સૈનિકોને ઘણા બધા માર્ગોથી પેંગોંગ લેકના દક્ષિણ કિનારા પર કબ્જો કરવાથી રોકવાનો છે.
READ ALSO
- 11 દોષિતોને મુક્ત કરાયા બાદ બિલકિસ બાનોની આવી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કહ્યું
- ફિનલેન્ડના પીએમનો મિત્રો સાથે ઠુમકા લગાવતો વાડિયો વાયરલ, રાજીનામાની માંગ
- મેળામાં મોત / લોકમેળામાં વીજ કરંટ લાગતા બે લોકોના મોત, ભાજપ સાંસદે ખુલ્લો મુક્યો હતો મેળો
- અમદાવાદ / ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં છોડાયુ પાણી, કાંઠાના વિસ્તારોને કરાયા એલર્ટ
- જેને અડવાણીએ એક સમયે મોદી કરતા બહેતર ગણાવ્યા હતા એ શિવરાજસિંહને સંસદીય બોર્ડમાંથી હટાવાયા