GSTV

ગલવાન શહીદોને લઈને પૂર્વ વડાપ્રધાને તોડ્યું ‘મૌન’, પીએમ મોદીને આપી આ સલાહ

Last Updated on June 22, 2020 by pratik shah

છેલ્લા કેટલાય સમયથી ભારત ચીન વચ્ચેની લદ્દાખ સરહદ પર બંને દેશો વચ્ચે તણાવ ચાલી રહ્યો છે ત્યારે દેશના પૂર્વ વડાપ્રધાને ઘણા સમય પછી કોઈ નિવેદન આપ્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી છે.

ભારત-ચીન વિવાદ પર પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે નિવેદન આપ્યું છે. ગલવાનના શહીદોને શ્રદ્ધાંજલિ આપતા પૂર્વ વડાપ્રધાને કહ્યું છે કે ગલવાનમાં ભારતીય સૈનિકોએ સર્વોચ્ચ કુરબાની આપી છે. દેશના સપૂતોએ અંતિમ શ્વાસ સુધી દેશની રક્ષા કરી છે. શહીદોનું બલિદાન વ્યર્થ ન જવુ જોઇએ. આ જ સમય છે જયારે રાષ્ટ્રએ એકઝુટ થવું પડશે. અને ભેગા થઇ આ દુઃસાહસનો જવાબ આપવો પડશે.

ચીનને જવાબ આપવા અપીલ

તેમજ મનમોહન સિંહે મોદી સરકારને ચીનને જવાબ આપવાની અપીલ કરી. 15 અને 16 જૂને આપણા 20 જવાનોએ કુરબાની આપી અંતિમ શ્વાસ સુધી દેશની રક્ષા કરી. આ સાહસ માટે આપણે આ સાહસી સૈનિકો અને તેમના પરિવારના આભારી છીએ. જો કે, તેમનું આ બલિદાન વ્યર્થ ના જવું જોઈએ.

પોતાના શબ્દોની પસંદગી પર આપી સલાહ

મનમોહન સિંહે નરેન્દ્ર મોદી પર પોતાના નિવેદનો અને ભાષણોને લઈને નિશાન સાધ્યું હતું અને પોતાના શબ્દોના પ્રયોગ પર સાવધાન રહેવાની સલાહ પણ આપી હતી.

ચીનની ધમકીઓ સામે ઝૂકવાનું નથી

ઘૂસણખોરી પર પૂર્વ પીએમ મનમોહન સિંહે જણાવ્યું કે આપણે ન તો તેમની ધમકીઓ સામે ઝૂકવાનું છે ન તો આપણી ભૌગોલિક અખંડતા સાથે કોઈ સમાધાન કરવાનું છે. પ્રધાનમંત્રીએ પોતાના નિવેદનથી ચીનના ષડ્યંત્રકર્તા અભિગમને વેગ ન આપવો જોઈએ.

ગલવાન ખીણમાં થઇ હતી હિંસક અથડામણ

ઉલ્લેખનીય છે કે, ભારત ચીન વચ્ચે લદ્દાખ સરહદે છેલ્લા કેટલાંય સમયથી તણાવ ચાલી રહ્યો હતો. તેમાં સૌથી મોટો ભડકો ત્યારે થયો જયારે ભારત અને ચીન સેનાએ વચ્ચે ગલવાન ઘાટીમાં થયેલ હિંસક અથડામણમાં ભારતીય સેનાના 20 જવાનો શહીદ થયા હતા તો 10 થી વધુ ચીની સૈનિકો પણ માર્યા ગયા હતા. સમગ્ર ઘટનાને લઈને જ્યાં એક તરફ સમગ્ર દેશમાં ચીન સામે વિરોધ જોવા મળી રહ્યો છે તેઓ બીજી તરફ ચીન સામે કડક પગલાં લેવા મોદી સરકાર પર દબાણ વધી રહ્યું છે.

Related posts

ખુશખબર/ બાળકો માટે કોરોના વેક્સિન પર સૌથી મોટા સમાચાર, આ મહિનામાં આવી જશે વેક્સિન

Damini Patel

પૂર પ્રકોપ/ બિહારના 11 જિલ્લાઓમાં પૂરથી 15 લાખ લોકો થયા પ્રભાવિત, મહારાષ્ટ્ર- ગોવામાં એરફોર્સ નેવીએ સંભાળ્યો મોરચો

Harshad Patel

ઝાટકણી/ રાજકીય નેતાઓ ઇન્જેકશન વહેંચે તો તેની સામે પગલાં કેમ નથી લેવાતા? રેમડેસિવિર ઇન્જેક્શન મુદ્દે હાઇકોર્ટનો રૂપાણી સરકારને તીખો સવાલ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!