GSTV

સંસદમાં ધમાકેદાર ભાષણ આપનારા સાંસદનો ડાન્સ જોઈ તમે પણ વીડિયો વારંવાર જોશો

Last Updated on August 17, 2019 by

દેશ બદલી રહ્યો છે. રાજનીતિ બદલાઈ રહી છે અને તેની સાથે સાથે નેતાજી પણ બદલાઈ રહ્યા છે. જો તમને એવું લાગે કે બસ આજ બદલાઈ રહ્યું છે તો તમે ખોટા છો. કારણ કે મતદાતા પણ બદલાઈ રહ્યા છે. પહેલા મતદાતા પોતાના નેતા પાસે અપેક્ષા રાખતા હતા કે તે તેની મુળભુત સુવિધાઓને પૂરી કરે અને તેની વાહવાહી કરતા હતા. પરંતુ ધીરે ઘીરે સમય બદલાય રહ્યો છે.

મનોરજનના આ યુગમાં દરેક વસ્તુમાં ભરપુર મજા છે. હવે આપણો નેતા પણ એવો હોવો જોઈએ કે કાઈ કામ કરે કે ના કરે પણ મનોરંજન પુરુ કરે. તો નેતાએ પણ પોતાનો અભીગમ બદલ્યો છે. પહેલા કામ કરીને નામ કમાતા હતા હવે મનોરંજન કરીને નામ કમાઈ રહ્યા છે. આમ જોવા જઈએ તો કામ સાથે મનોરંજન હોય તો કઈ ખોટું નથી. સ્વતંત્રતા દિવસ પર જ્યાં પીએમ મોદી ભાવી યોજના અને સશક્ત ભારતના લેખાજોખા આપ્યા તો બીજી તરફ તેમના સાંસદ જમયાંગ સેરિંગ નમગ્યાલે લદાખમાં ધમાકેદાક ડાંસ કર્યો હતો.

તેમના ડાંસનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં નમગ્યાલ સ્વતંત્રતા દિવસ પર ફોક ડાંસ કરતા નજરે પડે છે. લેહમાં તેઓ લોકો સાથે મળીને ડાંસ કરતા જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરમાં ધારા-370 હટી તો સંસદમાં લદાખના સાંસદ જમયાંગ સેરિંગ નમગ્યાલે દમદાર ભાષણ આપ્યું હતું અને બિલના વિરોધ કરવાવાળાની બોલતી બંધ કરી દીધી હતી.

READ ALSO

Related posts

દિલ્હી મુલાકાત / મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત, બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ‘ચાય પે ચર્ચા’

Zainul Ansari

2021ના અંત સુધીમાં ભારતને મળશે કુલ 35 રાફેલ, 2022માં સોલો ફાઇટર જેટ થશે સામેલ

Zainul Ansari

કામની વાત / DL, પાસપોર્ટ, આધારકાર્ડ અને પાનકાર્ડ મેળવવા હવે દલાલોની જરૂર નહી, સરકારે લીધું એક મોટું પગલું

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!