GSTV
Gujarat Government Advertisement

લડાયક ક્ષમતામાં ભારત છે ચીન કરતા વધુ મજબૂત

Last Updated on June 21, 2020 by pratik shah

લદ્દાખની ગલવાન ઘાટીમાં વાસ્તવિક નિયંત્રણ રેખ (LAC) પર ચીની સેનાની કાયરતાપૂર્ણ હરકત બાદ સમગ્ર દેશમાં ચીન વિરુદ્ધ રોષ ફાટી નીકળ્યો છે. ચીની સેનાની ચાલાકીનો જડબાતોડ જવાબ આપવા માટે એલએસી પર ભારતીય વાયુ સેનાના લડાકુ વિમાન એક એક ગતિવિધિ પર નજર રાખી રહ્યા છે. મિરાજ 2000 હોય કે સુખોઇ, અપાચે હેલીકૉપટર હોય કે ચીનુક તમામનો નિશાનો અચૂક છે અને ભારતીય વાયુ સેનાની તમામ શક્તિઓ હાલ હાઈ એલર્ટ પર છે.

એલએસી ના ગ્રાઉન્ડ ઝીરો પર જમીનથી માંડીને આકાશ સુધી નજર રાખવામાં આવી છે અને ચીનને જવાબ આપવા માટે એરફોર્સ પૂર્ણ રીતે તૈયાર છે. વાયુસેના પ્રમુખે પણ હૈદરાબાદમાં વાયુસેનાની પાસિંગ આઉટ પરેડમાં કહ્યું હતું કે ભારત કોઈ પણ એક્શન માટે તૈયાર છે અને જવાનોનું બલિદાન એળે નહિ જાય.

એવામાં જાણવું જરૂરી છે કે જો પરિસ્થિતિ વિકટ બને છે તો ભારત અને ચીનની વાયુશક્તિ લેટલી અને કોણ કોની પર ભારે પડી શકે છે તે જાણવું જરૂરી છે. ભારતીય વાયુસેના ચીનને કોઈ પણ પરિસ્થિતિમાં ચોંકાવી શકે છે કેમ કે ભારત પાસે ઊંચાઈ પર ઉડવા માટેનો સારો અનુભવ છે.

ભારતે લદ્દાખમાં લડાકુ વિમાન મિરાજ 2000 તૈનાત કર્યા છે. આ ફાયટર પ્લેન છે જેનો ઉપયોગ બાળકોટ એરસ્ટ્રાઇક દરમ્યાન કરવામાં આવ્યો હતો. સુખોઇ 30 પણ એલર્ટ પર છે. ભારતના લડાકુ હેલીકૉપટર સતત સીમા પર નજર રાખી રહ્યા છે. અપાચે હેલીકૉપટરની નજર એલએસી પર થઇ રહેલી તમામ હરકતો પર છે.

ચીનુક દ્વારા તમામ સૈનિકોને હથિયારો સાથે ફોરવર્ડ ફ્રન્ટ પર મોકલી શકાય છે. જરૂરી સમાન સાથે Mi-17V 5 હેલીકૉપટર પણ સતત ઉડી રહ્યા છે.

ભારતની પશ્ચિમી એર કમાન્ડ પાસે 75 ફાઈટર એર ક્રાફટ છે અને 34 ગ્રાઉન્ડ અટેક એર ક્રાફટ  છે. આ શ્રીનગર લેહ, પઠાનકોટ, અદમપુર, અને અંબાલા માં તૈનાત છે. કેન્દ્રીય એર કમાન્ડ એટલે કે બરેલી, ગ્વાલિયર અને ગોરખપુર સેક્ટરમાં 95 ફાઇટર્સ એરક્રાફ્ટ અને 34 ગ્રાઉન્ડ એટેક એરક્રાફ્ટ છે. આ ઉપરાંત પૂર્વી એરકમાન્ડ એટલે કે જલપાઈગુડી, તેજપુર, અને છાબુંઆ સેક્ટરમાં 101 ફાઈટર એરક્રાફ્ટ છે.

ચીનની વાત કરીયે તો ચીનની વાયુશક્તિ જુદા જુદા વિસ્તારોમાં તૈનાત નથી. ચીનના પશ્ચિમી થિયેટર કમાન્ડમાં 157 ફાઇટર્સ એરક્રાફ્ટ છે. એકદમ સચોટ નિશાન સાધવામાં માહેર 20 યુએવી છે. 12 ગ્રાઉન્ડ એટેક યુએવી અને 8EA -03 યુએવી છે.

ચીન પાસે 104 ન્યુક્લિયર મિસાઈલ છે જે આખા ભારત પર સ્ટ્રૈક કરી શકે છે તો ભારત પાસે પણ આગની  લોન્ચર સિસ્ટમ છે સમગ્ર ચીનના ક્યાંય પણ હુમલો કરી શકે છે.

ચીન પાસે ઇન્ટરનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ છે જેની રેન્જ 11000 અને 7000 કિલોમીટર છે. જે ભારત પર અને અમેરિકા સુધી પહોંચવાની ક્ષમતા ધરાવે છે.

DF-21 મિસાઈલની રેન્જ 2150 કિલોમીટર છે જેનાથી ચીન સીધું જ દિલ્હીને ટાર્ગેટ કરી શકે છે. આ ઉપરાંત ચીન પાસે પૂર્વોત્તર ભારત અને પૂર્વ કિનારે ન્યુક્લિયર સ્ટ્રાઇક કરવાની ક્ષમતા છે.

તો બીજી તરફ, ભારત પાસે પરમાણુ ક્ષમતા વાળા 51 વિમાન છે જે ગ્રેવિટી બોમથી સજ્જ છે અને ભારત પોતાના અગ્નિ 2 લોન્ચર થી ચીનના અનેક વિસ્તારોને ટાર્ગેટ કરી શકે છે.

ભારત અને ચીનની હવાઈ શક્તિની વાત કરીયે તો ચીન એક વાર ભારતીય એર ડિફેન્સની તુલના નથી કરી શકતું। ચીન પાસે ચોંકાવી દેનારી મારક ક્ષમતા નથી અને ભારત પાસે ઘણી ઊંચાઈ પર લડાકુ વિમાન અને એટેક હેલીકૉપટર્સ ને ઉડાવવાનો બહોળો અનુભવ છે. આ મામલે ચીન ભારતની પાછળ છે.

અહીં એ ન ભૂલવું જોઈએ કે ભારતે પોતાના સૈનિકોને ખાસકરીને ઉત્તર અને પૂર્વી સરહદો પર ચીન સાથે લાડવા માટે ખાસ તૈયાર કર્યા છે. ભારતના પક્ષે રણનીતિનો લાભ પણ છે. કેમ કે ચીનની સેનાએ વિખેરાયેલી છે.

ચીનની સરખામણીમાં ભારતે જમીન, હવા અને સમુદ્ર જેમ ગુપ્ત રીતે પોતાની શક્તિઓ વહેંચેલી છે તેને લીધે ચીન માટે મુશ્કેલીઓ વધી શકે છે.

ભારતની રક્ષા તૈયારીઓને લઈને પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ પણ સ્પષ્ટ કરી દીધું છે કે ડેવલપમેન્ટ હોય, એક્શન હોય કે કાઉન્ટર એક્શન હોય, જલ-થાળ-નભમાં આપણી સેના દેશની રક્ષા કરવા માટે જે કરી શકે તે કરી રહી છે. આજે આપણી પાસે જે ક્ષમતા છે કે કોઈ પણ આપણી એક ઇંચ જમીન પર પણ આંખ ઊંચી કરીને ન જોઈ શકે.આજે ભારતીય સેના જુદા જુદા સેક્ટરમાં એક સાથે આગળ વધવામાં સક્ષમ છે.

Gujarat Government Advertisement

Related posts

ફ્લાઈંગ શીખ મિલ્ખા સિંહની કોવિડ19થી 91 વર્ષની ઉંમરમાં મોત, 5 દિવસ પહેલા પત્નિનું પણ થયું હતું મોત

Harshad Patel

મહામારી/ કોરોના સાથે લાંબી લડાઈ પછી આ દેશોના લોકોને માસ્કથી પણ મળી આઝાદી, જુઓ પુરી લિસ્ટ

Damini Patel

ખુશખબર/ સરકારી કર્મચારીઓના પગારમાં થશે આટલા ગણો વધારો, 1 જુલાઇથી લાગુ થશે આ નવા નિયમ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!