GSTV

Ladakhમાં સમજૂતી છત્તા ભારતને કપટી ડ્રેગન પર નથી ભરોસો, લાંબા યુદ્ધની તૈયારીમાં મોદી સરકાર

Last Updated on August 5, 2021 by pratik shah

ભારત અને ચીને તાજેતરમાં જ પૂર્વ લદ્દાખમાં ચાલી રહેલા સરહદ વિવાદને ઝડપથી ઉકેલવા માટે સહમતી દર્શાવી છે.. તેના માટે સૈન્ય કમાન્ડરોની વચ્ચે ગત સપ્તાહે 12માં તબક્કાની મંત્રણા યોજાઈ.. જેમાં ગોગરા પેટ્રોલિંગ પોઈન્ટ ખાતે તૈનાત સેનાને હટાવવા માટે બંને દેશો રાજી થયા. પરંતુ ચીનની પીઠમાં ખંજર મારવાની ફિતરતથી વાકેફ ભારત આ સકારાત્મક પગલાને વિવાદનો અંત માનવા તૈયાર નથી.

આઠ વર્ષનો લાંબો સમય લાગ્યો

ભારતને યાદ છે કે વર્ષ 1986માં અરૂણાચલ પ્રદેશમાં સુમદોરોંગ ચૂ સૈન્ય ગતિરોધને ખતમ કરવા માટે આઠ વર્ષનો લાંબો સમય લાગ્યો હતો.. ત્યારે તે અનુભવને ધ્યાને રાખીને ભારત સરકાર ચીન સાથે આગામી અનેક તબક્કાઓની વાતચીત માટે તૈયાર છે.. ભારત સરકાર કોઈ પણ કિંમતે સરહદ વિવાદ ઉકેલવાના મામલે નબળી પડવા માંગતી નથી.. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ એક અંત વગરની રાત જેવી વાત છે.એટલે કે સ્પષ્ટ છે કે ભારત સરકાર 12માં તબક્કાની મંત્રણાના સકારાત્મક પરિણામને વિવાદનો અંત માનતી નથી.

ભારતીય સેના પૂર્વ લદ્દાખ ગોગરા, હોટ સ્પ્રિંગ્સ અને દેપસાંગ જેવા તમામ વિસ્તારોમાં બરાબરી

ભારતીય સેના પૂર્વ લદ્દાખ ગોગરા, હોટ સ્પ્રિંગ્સ અને દેપસાંગ જેવા તમામ વિસ્તારોમાં બરાબરી ઇચ્છે છે. જ્યાં ચીનની સેના સતત આક્રમક વલણ અપનાવી રહી છે. ભારત સરકાર તે વાતને લઈને સ્પષ્ટ છે કે ચીનની સાથે દ્વિપક્ષીય સંબંધો ફરી સજીવન કરવામાં એલએસી વિવાદનો ઉકેલવો પહેલું પગલું હશે. સરકારનું માનવું છે કે પૂર્વ લદ્દાખમાં સૈન્ય ગતિરોધની વચ્ચે આર્થિક સંબંધો ફરી શરૂ કરવા શક્ય નથી. એવું એટલા માટે કારણ કે પૂર્વ લદ્દાખમાં એલએસી પર દરેક તરફ ચીની સેનાની તૈનાતી થઈ ગઈ છે.

શ્રીનગર

યુદ્ધ વિમાનો અને મિસાઈલો સિસ્ટમથી પોતાનો એરબેઝ મજબૂત કર્યો

ચીનની વાયુસેનાએ વેસ્ટર્ન થિયેટર કમાન્ડમાં એડવાન્સ યુદ્ધ વિમાનો અને મિસાઈલો સિસ્ટમથી પોતાનો એરબેઝ મજબૂત કર્યો છે…. એક તરફ જ્યાં ચીન વેસ્ટર્ન સેક્ટરમાં શાંતિપૂર્વક સમાધાન માટે વાતચીત કરી રહ્યું છે. ત્યારે ભારતીય ગુપ્તચર એજન્સીઓએ પૂર્વ વિસ્તારમાં ચીની સેનાની વધી રહેલી ગતિવિધી વિષે પણ સતર્ક રહેવા સૂચના આપી છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ગત મહિને જ અરૂણાચલ પ્રદેશની સરહદ નજીકના વિસ્તારોનો પ્રવાસ કર્યો હતો.. એટલા માટે ભારત પણ સતર્ક છે. કારણ કે આ પ્રવાસમાં જિનપિંગે પૂર્વ સેક્ટરમાં એલએસીની સૈન્ય સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી..

ગત વર્ષથી ગલવાન.. ગોગરા.. હોટસ્પ્રિંગ અને પેંગોગ ત્સો વિસ્તારમાં ચીની સેનાની આક્રમકતા વધી છે.. આ ઉપરાંત ચીની સેનાએ સિક્કિમ અને અરૂણાચલ પ્રદેશના સેક્ટર્સમાં પણ આધુનિક બંકરો અને મિસાઈલ સિસ્ટમ મારફત સૈન્ય માળખામાં સુધારો કર્યો છે.. ચીની સેનાએ નિંગજીમાં રશિયન બનાવટની એસ-400 મિસાઈલ સિસ્ટમ પણ તૈનાત કરી છે.

READ ALSO

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

E-Auction / PM નરેન્દ્ર મોદીના ચાહકો માટે મોટા સમાચાર, વડાપ્રધાનને મળેલી ભેટ ખરીદવાની સોનેરી તક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!