લદ્દાખનાં કારગીલમાં ભૂંકપનાં ઝટકા આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ભૂંકપની તિવ્રતા 4.5 માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીનાં મુજબ બપોરનાં 1 વાગીને 11 મિનિટ પર કારગીલમાં ભૂંકપના ઝટકા આવ્યા હતા. તેનું કેન્દ્ર કારગીલથી 119 કિમી નોર્થવેસ્ટમાં નોંધાયું છે. લદ્દાખમાં ભૂંકપ આવ્યા બાદ ગણતરીની મિનિટોમાં જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં પણ ભૂંકપના ઝટકા આવ્યા હતા. આ ઝટકા બપોરે 2 વાગીને 2 મિનીટે નોંધાયા હતા. ઉલ્લેખનીય છે કે જેની તિવ્રતા 3.6 રિક્ટર સ્કેલ પર માપી ગઈ હતી.

બપોરનાં 1 વાગીને 11 મિનિટ પર કારગીલમાં ભૂંકપના ઝટકા
ભૂકંપના ઝટકા બાદ લોકો મોડી રાતે પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા. જો કે આ ભૂકંપમાં કોઇપણ જાનમાનના નુકસાનની ખબર નથી. આ જ દિવસે સવારે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 રહીય ભૂકંપનો ઝટકો સવારે 8 વાગીને 56 મીનિટ પર અનુભવાયો હતો.

Earthquake of magnitude 4.5 on the Richter scale struck 119 km North-Northwest of Kargil, Ladakh at 13:11 hours today: National Center for Seismology pic.twitter.com/iawf6KMvJe
— ANI (@ANI) July 2, 2020
હરિયાણામાં પણ ધ્રૂજી ધરા
26 જૂને હરિયાણા અને લદાખમાં ધરા ધ્રૂજી હતી. 26 જૂને જ્યાં હરિયાણાના રોહતક તથા તેની આસપાસના ક્ષેત્રોમાં 2.8ની તીવ્રતાના ભૂકંપનો ઝટકો અનુભવાયો હતો. ત્યાં મોડી સાંજે લદાખમાં પણ 4.5ની તીવ્રતાના ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. આ પહેલાં 1 જુલાઈના રોજ જમ્મુ કાશ્મીરમાં એક દિવસમાં 2 વાર ભૂકંપના કારણે લોકોએ ઝટકાઓ મહેસૂસ કર્યા હતા. ભૂકંપનું કેન્દ્ર બિંદુ કિશ્તવાડા હતું. મંગળવાર રાતે પણ 11 વાગ્યાને 32 મીનિટના રોજ પણ ભૂકંપના આંચકાઓ આવ્યા હતા. ભૂકંપના આ ઝટકાઓ ડોડા જિલ્લામાં પણ લોકોએ અનુભવ્યા હતા. આ ભૂકંપની તિવ્રતા 4.6 રહી હતી.

26 જૂને હરિયાણા અને લદાખમાં ધરા ધ્રૂજી
ભૂકંપના આંચકા બાદ લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. જોકે, આ ભૂકંપથી કોઈ નુક્સાનીના સમાચાર સામે આવ્યા ન હતા.
26 જૂનના રોજ હરિયાણા અને લદાખમાં ભૂકંપના ઝટકાઓ લોકોએ મહેસૂસ કર્યા હતા. આ જ દિવસે હરિયાણાના રોહતક પાસે પણ 2.8 ની તિવ્રતાના ઝટકાઓ લોકોએ અનુભવ્યા હતા. 26મીની સાંજે લદાખમાં 4.5ની તિવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. લદાખમાં 26મી જૂનના રોજ 8 વાગ્યાને 15 મીનિટે 15 મીનિટ સુધી અલગ અલગ સમયે ભૂકંપના ઝટકાઓ આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ લદાખ અને 25 કિલોમીટર જમીનની અંદર હતું.
READ ALSO
- સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મજયંતિમાં રૂપાણીએ કોંગ્રેસ પર વરસાવ્યા વાક્બાણ
- વડોદરા ભાજપમાં ભડકો/ કોંગ્રેસના કોર્પોરેટર ભાજપમાં જોડાવાના હોવાની વાતો વહેતી થતાં કાર્યાલય પર કર્યો ઘેરાવ
- આ ખાસ બિઝનેસથી કમાઓ દર મહિને 1 લાખ રૂપિયા, બસ આટલો કરવો પડશે ખર્ચ
- સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં NSUIને ટિકિટ આપવા માગ, વોર્ડ દીઠ એક ટિકિટ આપવા રજૂઆત
- ગૃહમંત્રીના મતવિસ્તારમાં લાગ્યા ‘નો એન્ટ્રી’ના પોસ્ટર્સ, રાજકીય પક્ષોના પ્રવેશ પર લગાવ્યો પ્રતિબંધ