કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે જી આઈનું રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ શેર કર્યું હતું. જેમાં ગમેચા તેલંગાના અને તંદુર રેડગ્રામ તેમજ લદાખથી એપ્રિકોટની એક વેરાઈટીને સરકાર દ્વારા જીઓગ્રાફિકલ ઇન્ડેક્સન જીઆઇ નું ટેગ આપવામાં આવ્યું હતું.

જી આઈનું ટેગ મળ્યું હોય તેવી 432 વસ્તુઓ થઈ
મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા બુધવારે કહેવામાં આવ્યું કે જી આઈનું ટેગ મળ્યું હોય તેવી 432 વસ્તુઓ થઈ ગઈ છે. મંત્રાલયે કહ્યું હતું કે આસામનાં પ્રસિદ્ધ ગમોચા, તેલંગાણાના તંડુર રેડગ્રામ, લદાખનાં એપ્રિકોટ, મહારાષ્ટ્રના અલીબાગથી સફેદ ડુંગળી ને જીઆઈ ટેગ મળ્યું છે. જીઆઈ ટેગમાં કર્ણાટક તમિલનાડુ ઉત્તર પ્રદેશ અને કેરલ પાંચ રાજ્યો મુખ્ય છે જેની વસ્તુઓને અવારનવાર જીઆઈ ટેગ મળતું રહે છે. હાલમાં જ જીયોગ્રાફીકલ ઇન્ડિકેશન વિશે જાગૃતતા ફેલાવવા માટે ત્રણ વર્ષમાં 75 કરોડ રૂપિયાના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે.

જી આઈ ઉત્પાદનમાં રજીસ્ટ્રેશન ની એક નિશ્ચિત પ્રક્રિયા
એગ્રીકલ્ચર, નેચરલ અથવા મેનુફેક્ચરડ પ્રોડક્ટની આ ટેક આપવામાં આવે છે. જી આઈ ઉત્પાદનમાં રજીસ્ટ્રેશન ની એક નિશ્ચિત પ્રક્રિયા હોય છે જેમાં આવેદન કરવાનું હોય છે. શરૂઆત ની પરીક્ષા અને રીવ્યુ, કારણ બતાવો નોટિસ, જી આઈ પત્રિકામાં પબ્લિકેશન અને રજીસ્ટ્રેશન નો વિરોધ તેમજ રજીસ્ટ્રેશન નો સમાવેશ થાય છે. વિવિધ વસ્તુઓ માંથી ભારતની 450 વસ્તુઓ જી આઈ ટેગ વાળી બની ચૂકી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Vishnu Deo Sai / જાણો છત્તીસગઢના નવા મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાઈ વિશે
- વિષ્ણુદેવ સાય બનશે છત્તીસગઢના નવા મુખ્યમંત્રી
- પાકિસ્તાને વૈશ્વિક દરજ્જો મેળવવો હશે તો ભારત જેવા પાડોશીઓ સાથે સબંધો સુધારવા જ પડશે- નવાઝ શરીફ
- આ સરળ ટિપ્સ અજમાવીને બચાવી શકો છો તમારી કારનું ફ્યૂલ, થશે મોટી બચત
- ચાંદખેડામાં પ્રેમ-પ્રકરણમાં યુવતીના કાકા સહિત ત્રણ શખ્સોએ યુવાનનું કર્યું અપહરણ, નગ્ન કરીને ઢોર માર માર્યા બાદ છોડી મૂક્યો