GSTV

ભાજપના નેતાઓ જ ભૂલ્યા ભાન, પીએમ મોદીના જન્મદિવસની ઉજવણીમાં ઉડ્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ ધજાગરા

ભાજપ

વડાપ્રધાન મોદીનો જન્મદિવસ આવી રહ્યો હોઇ હાલમાં બીજેપી દ્વારા સેવા સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે આવામાં ભાજપના નેતાઓ જ સરકારની ગાઈડ લાઈનનું પાલન કરાવવાનું ભૂલી જાય છે અને અંતે કોરોના સંક્રમણ વધી રહ્યું છે.આજે સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું ત્યારે નરોડા વિધાનસભા ખાતે આજે કાર્યકર્તાઓ અને નેતાઓ એકઠા થયા હતા.

ભાજપના ધારાસભ્યોએ જ ઉડાવ્યા ગાઇડલાઇનના લીરેલીરાં

નરોડા ધારાસભ્ય બલરામ થવાણી અને શહેર પ્રમુખ જગદીશ પંચાલ પણ હાજર હતા એ સમયે જ ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ ટોળે વળ્યા હતા.અને ફિઝિકલ ડીસ્ટન્સ જળવાયું નહોતું.આમ સરકારના ધારાસભ્યો જ જ ગાઈડ લાઈનનું પાલન કરતા નથી અને ઉજવણીના ઉન્માદમાં એ પણ ભૂલી જાય છે કે આખરે સરકારે ગાઈડ લાઈન બહાર પાડી છે તો તેનું પાલન થવું જોઈએ.

Read Also

Related posts

સરકારે ફરવાના શોખીનો માટે વિવિધ સ્થળોને ખુલ્લા મુકતા લાંબા સમયથી ખોટ ખાઈ રહેલા ટુર ઓપરેટરોની દિવાળી સુધરશે

Nilesh Jethva

અમદાવાદમાં ચણિયાચોળીના વેપારીઓની હાલત કફોડી બની, ઘરનું ગુજરાન ચલાવવા આ વેપારી પીપીઈ કીટ બનાવવા લાગ્યા

Nilesh Jethva

સૌથી મોટો ઘટસ્ફોટ : અમદાવાદમાં રોજના 500 કેસો પણ આ આંકડા નથી થતા જાહેર

Arohi
Do NOT follow this link or you will be banned from the site!