GSTV

બનાસકાંઠા જિલ્લાની સરકારી શાળાના બાળકો ખુલ્લામાં બેસી ભણવા મજબૂર, તંત્રના આંખ આડા કાન

બનાસકાંઠા જિલ્લાની સરકારી પ્રાથમિક શાળામાં બાળકોને બેસવા માટે રૂમોની અછત છે. શાળાના સ્ટાફ તેમજ વાલીઓ દ્વારા તંત્રને અવારનવાર રજૂઆતો કરાઇ હોવા છતાં તંત્ર આ બાબતે કોઈ જ પ્રકારનું ધ્યાન આપતું ન હોવાની બૂમરાડો ઉઠી છે. બનાસકાંઠા જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ઓરડાઓની ખૂબ જ અછત છે જેને લઈને બાળકોને ખુલ્લામાં અભ્યાસ કરવાની ફરજ પડે છે. બનાસકાંઠાની દિયોદર અને પાલનપુરની શાળાના ઓરડાઓ જર્જરીત થતા વિદ્યાર્થીઓ હાલાકી ભોગવી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લાની શાળાઓના ઓરડાઓ જર્જરીત હોવાથી વિદ્યાર્થીઓને ભયના ઓથાર હેઠળ અભ્યાસ કરવાની ફરજ પડે છે. તો ક્યાક શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યાના પ્રમાણમાં ઓરડાઓની અછત છે જેને કારણે વિદ્યાર્થીઓને ખુલ્લામાં અભ્યાસ કરવાની ફરજ પડે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં હાલાકી થતા શાળા સંચાલકો સહીત વાલીઓએ ઉચ્ચકક્ષા સુધી રજૂઆતો કરી છે પરંતુ હજુ સુધી કોઇ પગલા ભરવામાં આવ્યા નથી. છેલ્લા ચાર વર્ષથી વિદ્યાર્થીઓ શિયાળો, ઉનાળો અને ચોમાસાની ઋતુમાં ખુલ્લામાં બેસી અભ્યાસ કરી રહ્યા છે ત્યારે સરકાર ક્યારે ઓરડાની વ્યવસ્થા કરશે તે જોવુ રહ્યુ.

READ ALSO

Related posts

દિવસમાં ઓછામાં ઓછું પાંચ વાર ગરમ પાણી પીવાના એક નહીં અનેક છે ફાયદા, સવાર એ સૌથી સર્વોત્તમ

Karan

નોકરીઓ નથી અને બેરોજગારો વધારશે મોદી સરકાર, આ કંપનીઓને કર્મચારીઓને કાઢવાની મળી ગઈ છૂટછાટ

Karan

દિવાળીના તહેવારોમાં મુસાફરો માટે ST વિભાગનો મોટો નિર્ણય, ખાનગી વાહનોની ધક્કામુક્કીમાંથી મળશે રાહત

Karan
Do NOT follow this link or you will be banned from the site!