GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

કોરોનાકાળમાં LICની પોલીસી બંધ કરાવી લઈ શકો છો રકમ, જાણો શું છે આખી પ્રોસેસ

કોરોના સંકટના કારણે ઘણા લોકોની આવક પણ પ્રભાવિત થઈ છે. નોકરીધારકોને કંપનીઓ ઓછો પગાર આપી રહી છે. તો કેટલાક લોકોને તો નોકરીથી કાઢી મુકવામાં પણ આવ્યાં છે. એવા લોકો કે જેમનો વ્યાપાર પણ ખરાબ રીતે પ્રભાવિત થયો છે. લોકોના ખીસ્સામાં પૈસા ઓછા છે અને તેને તત્કાલ કેટલીક રકમની જરૂરત છે તો તેવામાં લાઈફ ઈંશ્યોરન્સ પોલીસી ઘણી કામ આવી શકે છે.

કેવી રીતે થાય છે ગણતરી

જો તમે કોઈ લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીમાં રોકણ કર્યું છે તો તેને બંધ કરીને તમે તમારી રકમ લઈ શકો છો. જો કે, તમને કેટલા પૈસા મળશે અને કેમ નહીં મળે તે વિ તમામ વિમા કંપનીઓ અને તમારી ઈન્શ્યોરન્સ પોલિસી ઉપર નિર્ભર છે. પોલીસી મેચ્યોર થયા પહેલા જ સરેન્ડર કરવામાં આવે તો દંડ પણ વસુલવામાં આવે છે. તમને પોલીસીમાં રોકાણ કરતા ત્રણ વર્ષથી વધારે સમય થઈ ગયો છે તો તમે આ પોલીસીને બંધ કરાવો ત્યારે ભરવામાં આવેલા પ્રિમિયમના લગભગ 30 ટકા જ હિસ્સો મળશે. તો તમે ચોથા અને 7માં વર્ષની વચ્ચે સરેન્ડર કરો છો તો ભરેલા પ્રિમિયમની રકમનો લગભગ 50 ટકા જ મળશે, જો તમે પોલીસી પૂરી થવાના પીરિયડ નજીક છે ત્યારે સરેન્ડર કરો છો તો મોટી રકમ મળી શકે છે.

સીધા ખાતામાં જમા થશે પૈસા

સાત વર્ષ પછી તે કંપની ઉપર નક્કી કરે છે કે તમને કેટલો હિસ્સો આપી રહી છે. એટલે કે જેટલા વધારે વર્ષો સુધી પ્રિમિયમ ભર્યું હશે તેટલી જ રકમમાં પણ કાપ મુકાશે. પોલીસી બંધ કરવા માટે તમારે તમારી વિમા કંપનીનો સંપર્ક સાધવાનો રહેશે. તે બાદ કંપની તમને દેનારી રકમની ગણતરી કરશે અને તમારા ખાતામાં પૈસા ટ્રાન્સફ કરી દેશે.

Related posts

ઓડિશાથી અમદાવાદ આવેલા 6 શ્રમિકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર એલર્ટ

Nilesh Jethva

હવે અવાજથી કોરોનાની તપાસ કરશે BMC, 1 હજાર દર્દીઓ ઉપર કરાશે ટ્રાયલ

Mansi Patel

VIDEO: સ્વિમીંગ પૂલમાં કૂદકો મારતાની સાથે યુવતીની પોલ ખુલી ગઈ, કૂદકો મારવા ગઈ ત્યાં નકલી વાળ હવામાં ઉડી ગયા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!