GSTV
Home » News » કચ્છનાં માલધારીઓની કફોડી સ્થિતી, ભરઉનાળે સરકારે હાથ ઉંચા કરતા પશુધન…

કચ્છનાં માલધારીઓની કફોડી સ્થિતી, ભરઉનાળે સરકારે હાથ ઉંચા કરતા પશુધન…

રાજ્યમાં ગતવર્ષે ઓછા વરસાદ પડતાં દુષ્કાળના ડાકલા વાગી રહ્યા છે. ત્યારે કચ્છમાં દુષ્કાળની ગંભીર સ્થિતિ છે. માલધારીઓના માલઢોર પાણી અને ચારાના અભાવે ભૂખ તરસે  રિબાઈ રહ્યા હોવાથી માલધારીઓએ માલઢોરને બચાવવા માટે મોરબીના નાની વાવડી ગામે હિજરત કરી હતી. ત્યારે ગ્રામજનો ભૂખ તરસે ભાંભરડા નાખતી 250 જેટલી ગાયો માટે પાણી અને ઘાસચારાની વ્યવસ્થા કરી છે અને ગામલોકોએ ચોમાસા સુધી આ ગાયોનો નિભાવ કરવાની જવાબદારી ઉઠાવી છે.

કચ્છમાં ગત વર્ષે સૌથી ઓછો વરસાદ પડતાં દુષ્કાળ પડ્યો છે. જાન્યુઆરી માસથી જ દુષ્કાળની ગંભીર સ્થિતિ ઉદભવી હતી. તેથી પાણીના સાસા પડવા લાગ્યા છે અને ધરાચારની મોટી તંગી ઉભી થઇ છે. તેથી કચ્છના માલધારીઓને પોતાના માલઢોર નિભાવવા માટે કપરું બન્યું હતું. નજર સામે જ ભૂખ તરસે ભાંભરડા નાંખતા અબોલ પશુઓ રિબાઈ રિબાઈને તરફડતા હોવાથી માલધારીઓ સ્થિતિ ખૂબ જ નાજૂક થઈ ગઈ હતી. તેથી માલધારીઓએ પોતાના માલઢોર બચાવવા માટે પાણી અને ચારાની વ્યવસ્થા કરવા સરકાર સમક્ષ મદદનો પોકાર કર્યો હતો પણ સંવેદનહીન સરકારે અણીના સમયે મદદ ન કરતા  કચ્છના માલધારીઓની સ્થિતી વધુને વધુ દયનિય બની ગઈ હતી.

તેથી માલધારીઓને પોતાના અબોલ પશુઓને બચાવવા માટે હિજરત કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો ન હતો. જો કચ્છમાંથી માલધારીઓએ હિજરત કરી ન હોત તો તેમના પશુઓ કદાચ ભૂખ તરસે રિબાઈ રિબાઈને મોતને શરણે થઈ ગયા હોત અને માલધારીઓનું જીવન પણ ઘણું દુષ્કર બની ગયું હોત.

આજથી બે મહિના પહેલા કચ્છના માલધારીઓ 250 ગોમાતા સાથે કચ્છમાંથી હિજરત કરીને મોરબીના નાની વાવડી ગામે આવ્યા હતા. નાની વાવડી ગામે માલધારીઓએ 250 ગોમાતાઓને બચાવવા માટે ગામલોકો સમક્ષ મદદનો પોકાર કર્યો હતો આથી ભૂખે તરસે ભાંભરડા મારતી લાચાર ગોમાતાની હાલત જોઈને સરપંચ સહિતના ગ્રામજનો ગોમાતાઓની વહારે આવ્યા હતા અને ગોમાતાઓને ગામના ઈશ્વરીય મહાદેવ પાસે ફેન્સીગ કરેલા કંપાઉન્ડમાં આશરો આપ્યો હતો. તેમજ ગામના બે પાણીના અવાડા ગોમાતા માટે ખુલ્લા મૂકી દીધા હતા.

બે માસથી નાની વાવડી ગામના લોકો તથા આસપાસના લોકો આ ગોમાતાને નિયમિત ઘાસચારો આપે છે. દરરોજ સવારે ગામનો કોઈને કોઈ માણસ ગોમાતાને નીણ નાખે છે. આ રીતે બે માસથી લોકો ગોમાતાની સેવા ચાકરી કરીને મોતના મુખમાંથી ઉગારી લીધી છે.

નાની વાવડી ગામના લોકો હિજરત કરીને આવેલી 250 ગોમાતાને ઘાસચારો અને પાણી નિયમિત આપીને બચાવી લીધી છે. દુષ્કાળ ગ્રસ્ત કચ્છમાં માલધારીઓ માટે સરકારે જે વ્યવસ્થા કરવી જોઈએ તે નાની વાવડી ગામના લોકોએ પૂરું પાડીને માનવ ધર્મ દિપાવ્યો છે. નાની વાવડી ગામના લોકો એટલું જ કહે છે કે, અમે પ્રસિદ્ધી માટે આ સેવાનું કામ કર્યું નથી. ગામલોકોએ માનવ ધર્મ બજાવ્યો છે. ગ્રામલોકોના સેવા કાર્યથી પ્રેરણા મેળવીને કદાચ કચ્છથી હિજરત કરીને અન્ય માલધારીઓ બીજા ગામ જાય તો ત્યાં પણ લોકો આવી મદદ કરે તેવો ગામલોકોનો ઉદેશ્ય છે.

READ ALSO

Related posts

સાતમા તબક્કામાં 60% મતદાન, આચારસંહિતા લાગુ રહે ત્યાં સુધી સુરક્ષા દળો બંગાળમાં રાખવા ભાજપની માગ

Arohi

હારીજમાં દારૂ પીને દંગલ કરતા યુવકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

Nilesh Jethva

UNOએ પણ નોંધ લીધી ભારતના આ રેલ્વે સ્ટેશનની, જાણો શું છે ખાસિયત

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!