GSTV

અમદાવાદ: નિર્ણય શકિતના અભાવથી મ્યુનિ.ના આસિટન્ટ કમિશનરો મામલે દસ મહિનાથી નિર્ણય લેવાતો જ નથી, મહિને થાય છે લાખોનો ખર્ચ

AMC

Last Updated on August 6, 2021 by Pravin Makwana

અમદાવાદ મ્યુનિ.ના વહીવટીતંત્રમાં તત્કાલિન કમિશનર દ્વારા આસીસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોની નિમણૂંક કરવા નિર્ણય લેવાયો હતો.પંદર મ્યુનિ.માં ફરજ બજાવતા તેમજ આઠ બહારના ઉમેદવારોને આસીસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂંક અપાઈ હતી.આ તમામનો પ્રોબેશન સમય દસ મહિનાથી પુરો થઈ ગયો હોવાછતાં નિર્ણય શકિતના અભાવે તેમને કાયમી કરવા કે કેમ એ અંગેનો નિર્ણય લઈ શકાતો હોવાથી મ્યુનિ.તિજોરી ઉપર આર્થિક ભારણ વધી રહ્યુ છે.એપડેમિક પરિસ્થિતિમાં મ્યુનિસિપલ કમિશનર ૭૦૦ કરોડથી વધુના કામો સ્થગિત કરી શકતા હોય તો દર મહિને એક અધિકારી પાછળ થતો દોઢ લાખનો ખર્ચ અટકાવવા કેમ નિર્ણય લઈ શકાતો નથી એવી ચર્ચા પણ મ્યુનિ.વર્તુળોમાં ચાલી રહી છે.

આ અંગે મળતી માહીતી મુજબ,પૂર્વ મ્યુનિસિપલ કમિશનર દ્વારા જે સમયે આસિસ્ટન્ટ મ્યુનિસપલ કમિશનરોની નિમણૂંક કરી હતી એ સમયે કરવામાં આવેલી નિમણૂંકો વિવાદનું કેન્દ્ર બની હતી.એ સમયે આસીસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોને વિવિધ ઝોનની ફરજ સોંપવામાં આવી હતી.મ્યુનિ.ના એડીશનલ સીટી ઈજનેરોને  વિકાસકામો અંગે આસીસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોની મંજુરી મેળવવાની બાબતનો વિવાદ થતા આસીસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરો પાસેથી ઈજનેર વિભાગની સત્તા લઈ ફરી એડીશનલ સીટી ઈજનેરો હસ્તક સત્તા આપવામાં આવી હતી.

મ્યુનિસિપલ કમિશનરે અમદાવાદમાં કોરોના મહામારીની સ્થિતિને ધ્યાનમાં લઈ ૩૦૦ બસો ખરીદવાથી સહીતના ૭૦૦ કરોડથી વધુ રકમના વિકાસકામો ઉપર બ્રેક લગાવી છે.આ પરિસ્થિતિમાં ખર્ચ ઉપર કાબૂ મેળવવા ઈચ્છતા મ્યુનિ.તંત્રના અધિકારીઓ અને શાસકોમાં જો નિર્ણય શકિત હોત તો ગત વર્ષે ઓકટોબર મહિનામાં આસીસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોની નિમણૂંક બાદનો પ્રોબેશન સમય પુરો થયા બાદ ખર્ચ અટકાવવા આ પોસ્ટ એપડેમિક પરિસ્થિતિમાં રદ કરી શકયા હોત.દસ મહિનાથી આ મુદ્દે કોઈ નિર્ણય ના લેવાતા હાલ મોટાભાગના આસીસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરો પાસે કોઈ કામ જ નથી.મોટાભાગના ઝોનમાં કે વોર્ડમાં કામ કરવા તૈયાર જ નથી.કેટલાક તો ડેપ્યુટી કમિશનર બનાવાય એમ ઈચ્છી રહ્યા છે.લોકોના ટેક્ષની બરબાદી કરવામાં આવી રહી હોવાની પણ ચર્ચા મ્યુનિ.વર્તુળોમાં સાંભળવા મળે છે.

અધિકારી દીઠ મોટો પગાર ઉપરાંત ગાડી,મોબાઈલની સુવિધા અલગ

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા આસીસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને દર મહિને દોઢ લાખ રૃપિયા આસપાસ પગાર ચુકવવામાં આવે છે.આ ઉપરાંત તેમને અલાયદી કાર આપવામાં આવી છે.સાથે જ દસ હજાર રૃપિયાની કીંમતનો મોબાઈલ સહીતની સુવિધા પણ અપાઈ રહી છે.

READ ALSO

Related posts

આશાદીપ સ્કૂલ પર હોબાળો મચાવનાર પૂર્વ કોર્પોરેટર સહિત 7 લોકો વિરૂદ્ધ ગુનો દાખલ, જાણો શું હતો સમગ્ર મામલો

Dhruv Brahmbhatt

રેલવેની નવી સુવિધા/ હવે જનરલ કોચમાં મળશે ‘રિઝર્વ ક્લાસ’ જેવી સુવિધા, જાણો કેવી રીતે મળશે કન્ફર્મ ટિકિટ

Bansari

અત્યંત આધાતજનક સમાચાર: દુર્લભ ગણાતા પેંગ્વિન પર મધમાખીઓએ હુમલો કરતા 63 પક્ષીઓના મોત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!