GSTV

અમદાવાદમાં અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચેના ગજગ્રાહમાં પ્રજાના હાલ બેહાલ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વહીવટી પાંખ અને ચૂંટાયેલી પાંખ વચ્ચે સંકલનનો અભાવ જોવા મળે છે. બંને પક્ષો વચ્ચે વિખવાદ ચલાતો હોવાના અનેક ઉદાહરણો સામે આવ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકામાં છેલ્લા કેટલાક સમયથી એવું જોવા મળી રહ્યુ છે કે અધિકારીઓ પદાધિકારીઓ વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો હોય. કોઇને કોઇ મુદે કોર્પોરેટર કે પદાધિકારીઓ અધિકારીઓ અંગે ફરિયાદ કરતા રહ્યા છે. ખાસ કરીને અધિકારીઓ ફરિયાદો સાંભળતા ન હોવાની તેમજ ફોન ઉપા઼ડવાની તસ્દી લેતા ન હોવાની ફરિયાદો ઉઠી છે.

ત્યાં સુધી કે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાની પણ કોર્પોરેટર્સે ફરિયાદ કરી હતી. કોટ વિસ્તારમાં આવતા પ્રદૂષિત પાણીને લઈને ભાજપના ખાડિયાના કોર્પોરેટર મયુર દવેએ કમીશ્નરને બે વાર પત્ર લખવા છતા સમસ્યા નહી ઉકેલાતા અંગ્રેજીમા પત્ર લખ્યો હતો. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અધિકારીઓને ફોન ઉપાડવાની સૂચના આપી હતી. કોર્પોરેટરો ફોન કરે ત્યારે અધિકારીઓ ફોન રીસીવ નહીં કરતા હોવાની ફરિયાદ પણ કરવામા આવી હતી. કોંગ્રેસના કોર્પોરેટરોએ અધિકારીઓ અને કમિશનર ફોન રીસીવ કરતા નથી કે ફરિયાદ સાંભળતા નહી હોવાનો મુદ્દો રજૂ કરી ધરણા કર્યા હતા.

અમદાવાદ કોર્પોરેશનના બીજા માળે જીમ બનાવી દેવામાં આવ્યુ છે. જેની જાણ મેયરને કરાઇ નથી. આમ કહી શકાય કે કોર્પોરેશનમાં અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચે ખટરાગ ચાલી રહ્યો છે. જેની સીધી અસર પ્રજાના કામો પર પડી રહી છે. કોર્પોરેટરો ફરિયાદ કરી રહ્યા છે કે અધિકારીઓ કામ જ નથી કરતા. જેને કારણે પ્રજા તેઓને ફરિયાદ કરે છે અને લોકોને તેઓ જવાબ આપી શકતા નથી. અમદાવાદ કોર્પોરેશનમાં છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રકારની પરિસ્થિતિ છે. અગાઉ ભૂતપૂર્વ મ્યુનિસિપલ કમિશનર માટે તો હોદ્દેદારોએ ગાંધીનગર સુધી રજુઆત કરી હતી. ત્યારે હવે જોવાનું એ રહે છે કે આ પ્રકારની સ્થિતિનો ઉકેલ ક્યારે આવે છે.

READ ALSO

Related posts

2020માં સિલ્વર સ્ક્રિન પર રાજ કરશે અક્ષય કુમાર , બોલીવુડના ખેલાડી પર ખેલાયો રૂપિયા 500 કરોડનો જુગાર

Bansari

ભાજપ શાસિત વધુ એક રાજ્યમાં સરકાર ખેડૂતોના રોષનો ભોગ બની, પાવર સબ સ્ટેશનને જ લગાવી દીધી આગ

Mayur

‘ગંભીરે’ રાજનીતિને ‘ગંભીર’ રીતે ન લેતા દિલ્હીમાં લાગ્યા પોસ્ટર, ‘શું તમે આ વ્યક્તિને જોયો છે ?’

Bansari
Do NOT follow this link or you will be banned from the site!