GSTV

આઝાદીના આટલા વર્ષો બાદ પણ વિકાસ ઝંખે છે જૂનાગઢનું આ ગામ, પીવાના પાણી માટે પણ છે ફાંફા

જુનાગઢ માંગરોળ પાલિકાની હદમાં આવેલા મીલ્લત નગર સોસાયટી આઝાદીના આટલા વર્ષો પછી પણ વિકાસ ઝંખે છે.પાલિકામાં ભાજપ કોંગ્રેસની અનેક સરકાર આવી અને ગઇ. પરંતુ આ સોસાયટીના રહીશો આજે પણ જીવન જરૂરીયાતની સુવિધાઓ માટે વલખા મારે છે..સરકાર દ્રારા વિકાસના દાવા કરાય છે.પરંતુ માંગરોળ પાલિકાની ઉદાશીનતાને લીઘે આજે પણ આ મીલ્લત નગરના લોકોને રસ્તાઓની સુવિઘા મળી શકતી નથી. પીવાનું પાણી પણ મળતું નથી.

આ સોસાયટીમા મજૂર તેમજ ગરીબ વર્ગ વધુ પ્રમાણમાં રહે છે. જેઓના મકાન પણ જર્જરિત છે. હાલ માંગરોળ પાલીકામાં ભાજપ કોંગ્રેસની ભાગીદારી વાળી સરકાર છે. ત્યારે મીલ્લત નગર વાસીઓ આટલા વર્ષો પછી પણ પ્રાથમિક સુવિધાથી વંચીત છે. આ મીલ્લત નગરમા હાલ 200 જેટલા પરીવારો વસે છે. સ્થાનીકોનું માનીયે તો લોકોએ નળ જાડાણના પૈસા ભર્યા હોવા છતાં તેઓના નળ કનેકશન ભુતીયા છે.

READ ALSO

Related posts

આંકડાની ગોલમાલ! ખાનગી હોસ્પિટલોમાં દાખલ દર્દીઓ કરતાં પણ એક્ટિવ કેસ ઓછા, અમદાવાદમાં નવા 332 કેસ અને 10ના કરૂણ મોત

pratik shah

ડિજિટલ કરન્સી બિટકોઈને 2020માં આપ્યું જોરદાર વળતર, શું 2021માં પણ આવી તેજી જળવાશે?

Ankita Trada

થઈ જાવ સાવધ! અમદાવાદના આ વિસ્તારની પરિસ્થિતિ વણસી, વધુ 18 સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં: 16 સ્થળતો નદીપારના

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!