GSTV

ચીનને મળશે જડબાતોડ જવાબ, બોર્ડર પર ભારતની સૌથી ખતરનાક મિસાઈલ તૈનાત

લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલ (એલએસી) પર ચાલુ તણાવ વચ્ચે ભારતની સૈન્યે પોતાની તાકાતને વધુ મજબુત કરવામાં આવી છે. ભારતે સરહદ પર નિર્ભય ક્રૂઝ મિસાઈલ પણ ગોઠવી દીધી છે. આ મિસાઇલ 1000 કિલોમીટર સુધી મારવાની ક્ષમતા ધરાવે છે. નિર્ભયા મિસાઇલ તિબેટમાં ચીનના ઠેકાણાઓ પર હુમલો કરવામાં સક્ષમ છે. 5 મહિનાથી વધુ સમયથી ભારત અને ચીન વચ્ચે તણાવની સ્થિતિ વણસી છે. ઘણી જગ્યાએ, બંને દેશોની સૈન્ય એકબીજાની સામસામે છે. આવી સ્થિતિમાં ભારતે તેની સૌથી વિશ્વસનીય મિસાઇલને સરહદ પર ગોઠવી દીધી છે. તેની રેન્જ 1000 કિમી.ની છે.

શું છે મિસાઈલની ખાસિયત

આ મિસાઇલની ક્ષમતા અમેરિકાની પ્રખ્યાત ટોમાહોક મિસાઇલ જેવી જ છે. આ મિસાઇલ ભટક્યા વિના પોતાના નિશાના પર અચૂક માર કરે છે. લક્ષ્યને ચૂકી જતી નથી. નિર્ભયા ક્રુઝ મિસાઇલની ભારતમાં જ ડિઝાઇન અને તૈયાર કરવામાં આવી છે. આ મિસાઇલનું પ્રથમ પરીક્ષણ 12 માર્ચ, 2013 ના રોજ કરવામાં આવ્યું હતું. નિર્ભયા મિસાઈલ બે તબક્કાની મિસાઇલ છે, જે પ્રથમ તબક્કામાં સીધી ઉપર જાય છે અને પછી બીજા તબક્આકામાં આડું નિશાન લે છે. તે પરંપરાગત રોકેટની જેમ સીધી આકાશમાં જાય છે પછી બીજા તબક્કામાં આકાશી ઉડાન માટે 90 ડિગ્રી સુધીનો વળાંક લે છે.

1000 કિ.મી. સુધી મારણ ક્ષમતા

આ મિસાઇલ 6 મીટર લાંબી અને 0.52 મીટર પહોળી બનાવવામાં આવી છે. આ મિસાઇલ 0.6 થી 0.7 મૈકની ઝડપે ઉડી શકે છે, તેનું વજન મહત્તમ 1500 કિલો છે અને 1000 કિ.મી. સુધી મારણ ક્ષમતા ધરાવે છે. એડવાન્સ સિસ્ટમ લેબોરેટરી દ્વારા બનાવાયેલી ડિઝાઈન રોકેટ મોટર બૂસ્ટરનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જેનાથી મિસાઈલને ઈંધણ મળે છે.

ટી -90 ભીષ્મ ટાંકી પણ કરી હતી તૈનાત

ચીન સાથેના તનાવ વચ્ચે ભારત બોર્ડર પર સતત પોતાના ઘાતક હથિયારો તૈનાત કરી રહ્યું છે. અગાઉ, ટી -90 ભીષ્મ ટેન્કને પણ તૈનાત કરી દીધી હતી. ટી-90 ભીષ્મ ટેન્કમાં મિસાઈલ હુમલાને રોકનારું કવચ છે. એમાં શક્તિશાળી 1000 હોર્સપાવરનું એન્જિંન છે. તે એકવારમાં 550 કિમી દૂરનું નિશાન તાકવામાં સક્ષમ છે. તેનું વજન 48 ટન છે. તે વિશ્વની સૌથી હલકી ટેન્કોમાંથી એક છે. ટી -90 ભીષ્મ ટેન્ક દિવસ અને રાત્રે દુશ્મનોથી લડવાની ક્ષમતા ધરાવે છે.

READ ALSO

Related posts

દશેરા રેલીમાં ગરજ્યા ઉદ્ધવ ઠાકરે: ભારતમાં ક્યાંય PoK છે તો તે પીએમ મોદીની નિષ્ફળતા

pratik shah

IPL 2020/ બેન સ્ટોક્સની આઈપીએલમાં બીજી સદી, રાજસ્થાને મુંબઈને 8 વિકેટે હરાવ્યું

Pravin Makwana

પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કારગીલ યુધ્ધને લઇને કરેલા દાવાથી મચ્યો હડકંપ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!