સિક્કીમના નાકુલામાં ભારત અને ચીની સૈનિકો વચ્ચેની ઝપાઝપી ને લઈને ભારતીય સેનાએ નિવેદન આપ્યું છે. સેનાએ કહ્યું છે કે બંને દેશોની સેનાઓ વચ્ચે સામાન્ય ઝપાઝપી થઈ હતી. સ્થાનિય સ્તરના કમાન્ડરે વાત વણસે તે પહેલાં વિવાદ સુલટાવી દીધો હતો. ભારતીય સેનાએ કહ્યું કે આ ઝપાઝપી 20 જાન્યુઆરીએ થઈ હતી. 20 જાન્યુઆરીએ ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ચણભણની ઘટના સિક્કીમના ના કુલાની છે.

ગલવાનની જેમ ના કુલાને લઈને પણ ચીને પોતાની ખામોશીની ચાદર ઓઢી લીધી
સૂત્રો મુજબ ચીની સૈનાએ ભારતીય સીમામાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. ભારતીય સૈનિકોએ ડ્રેગનની ભૂલનો વિરોધ કર્યો. પહેલા સમજાવવાના પ્રયાસો કર્યા એ પછી ચીની સૈનિકો હાથાપાઈ પર આવી ગયા હતા. જેનો ભારતીય સૈનિકોએ જવાબ આપતાં તેમને ત્યાંથી ખેદેડી મુક્યા છે. આ ઝપાઝપીમાં 20 ચીની સૈનિકો જખ્મી થયા છે પરંતુ ગલવાનની જેમ ના કુલાને લઈને પણ ચીને પોતાની ખામોશીની ચાદર ઓઢી લીધી છે.
ચીની સેનાએ LACની યથાસ્થિતિને બદલવાનો પ્રયાસ કર્યો
પૂર્વીય લદાખમાં લાઇન ઑફ એક્ચુઅલ કંટ્રોલ (LAC) પર ફરી એકવાર અથડામણ થઇ છે. જણાવવામાં આવી રહ્યું છે કે ચીની સેનાએ LACની યથાસ્થિતિને બદલવાનો પ્રયાસ કર્યો હતો અને કેટલાક સૈનિકો ભારતીય ક્ષેત્ર તરફ આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં. આ દરમિયાન ભારતીય સૈનિકોએ ચીની સૈનિકોને રોકી લીધાં. આ દરમિયાન બંને દેશોના સૈનિકો વચ્ચે અથડામણ થઇ, જેમાં ચાર ભારતીય અને 20 ચીની જવાન ઘાયલ થયા છે. ભારતીય જવાનોનું સાહસ જોઈને પટી ચીની સૈનિકોને ઉભી પૂંછડીએ ભાગવું પડ્યું હતું

ચાર ભારતીય અને 20 ચીની જવાન ઘાયલ થયા
આ સમય દરમ્યાન ભારત અને ચીનના જવાનો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં 4 ભારતીય જવાનો અને 20 જવાનો ઘાયલ થયા હતા. જોકે હાલની સ્થિતિ તનાવપૂર્ણ છે. પરંતુ પરિસ્થિતિ હજુ પણ તણાવપૂર્વક છે. ભારતીય સેનાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ભારતીય ક્ષેત્રની સાથે સાથે પોંઈટ પર હવામાનની સ્થિતિ અત્યંત ખરાબ હોવાના કારણે ચુસ્ત અને સખ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.
ચીની સેના પૂર્વ લદ્દાખમાંથી પોતાના 10 હજાર જવાનોને હટાવ્યા
સિક્કિમના ના કૂલામાં ઘુસણખોરી એ સમયે થઈ હતી છે. બીજી તરફ ચીની સેના પૂર્વ લદ્દાખમાંથી પોતાના 10 હજાર જવાનોને હટાવ્યા છે. ભારત સરકારના સૂત્રોના જણાવ્યા મુજબ પૂર્વ લદ્દાખ સિવાય સિક્કિમ સહિત ઘણા વિસ્તારોમાં ચીની સેનાએ પોતાના જવાનોની સંખ્યા ઓછી કરી છે. પરંતુ તેના સૈનિકો હજુ પણ ત્યાં તૈનાત છે. આ કારણે ભારતીય સેનાએ પોતાના જવાનો તૈનાત રાખ્યા છે. ઉલ્લેખનીય છે કે નાપાક ચીનના ઈરાદાને ભારતીય જાંબાઝોએ જડબાતોડ જવાબ આપ્યો છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- 1લી માર્ચથી રાજ્યમાં 60 વર્ષથી ઉપરના લોકોને અપાશે કોરોના વેક્સિન, અહીં અપાશે વિના મૂલ્યે
- સિક્રેટ પરમાણુ પ્લાન્ટ સેટેલાઈટ તસવીરે ખોલી ઇઝરાયલની પોલ! વિશ્વભરમાં મચ્યો હડકંપ
- રસીકરણ મહાઅભિયાનનો બીજો તબક્કો: કોને લાગશે રસી, કેટલા આપવા પડશે રૂપિયા, આ રહી સમગ્ર વિગતો, જે તમારા કામમાં લાગશે
- કામની વાત/ LPG સિલિન્ડરની કિંમતથી લઇને ATM ટ્રાન્જેક્શનના નિયમો સુધી, 1 માર્ચથી થઇ રહ્યાં છે આ 5 મોટા બદલાવ
- મહિલા જજને હેપ્પી બર્થ ડે કહેવું વકીલને ભારે પડ્યું: 20 દિવસથી જેલમાં છે બંધ, પરિવારના લોકો જામીન માટે કરી રહ્યા છે આંટાફેરા