GSTV
India News Trending

LAC પર ભારતીય જવાનોના મોતથી વારાણસીમાં ચીનનો વિરોધ, લાગ્યા ચીન મુર્દાબાદના નારા

ભારત ચીન વચ્ચે સરહદી તણાવ વધી રહ્યો છે ત્યારે ગઈકાલે મોડી રાત્રે બંને સેનાઓ વચ્ચે થયેલ અથડામણમાં 20 જેટલા ભારતીય જવાનોના મોત થતા દેશભરમાં ચીન વિરુદ્ધ વિરોધ ફાટી નીકળ્યો છે.

વારાણસીમાં ચીનનો વિરોધ

લદ્દાખમાં ચીન સાથે શરૂ થયેલા તણાવ બાદ વારાણસીમાં ચીનનો વિરોધ કરવામાં આવ્યો છે. ચીન સાથે થયેલા ઘર્ષણમાં ભારતીય સેનાના જવાન શહીદ થતા લોકોએ પોસ્ટર સાથે ચીની સરકાર સામે દેખાવો કર્યો. તો સાથે જ ચીન વિરુદ્ધ મુર્દાબાદના નારા પણ લાગ્યા હતા. વિરોધ કરતા લોકોએ ચીનનો સંપૂર્ણ બહિષ્કાર કરવાની સાથે સાથે ટીકટોક સહીત ચાઈનીઝ એપ્લિકેશન પણ ડીલીટ કરવા માંગ કરી હતી.

જિનપિંગના પૂતળાનું પણ દહન કરી વિરોધ

તો વધુમાં, વારાણસી ખાતે કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનમાં ચીનનો રાષ્ટ્ર ધ્વજ સળગાવી તેમજ ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગના પૂતળાનું પણ દહન કરી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.

એલએસી પર અથડામણમાં 20 ભારતીય જવાનો માર્યા ગયા

એલએસી પર સોમવારે ચીનની સાથે થયેલી હિંસક અથડામણમાં ભારતના 20 જવાનો શહીદ થયા છે. ભારતીય સેનાએ સત્તાવાર રીતે નિવેદન જાહેર કરતાં ચીનના સૈનિકો સાથેની હિંસક અથડામણમાં ભારતના 20 જવાનો શહીદ થયા હોવાની પુષ્ટી કરી છે. જ્યારે કે ન્યૂઝ એજન્સી એએનઆઈના દાવો કર્યો છે કે ચીનના પણ 43 સૈનિકો માર્યા ગયા છે અથવા ગંભીર રીતે ઘાયલ થયા છે.

એલએસી પર સુરક્ષા વધુ સઘન બનાવાઈ

ભારત અને ચીન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યા બાદ હવે ભારતે એલએસી પરની સુરક્ષા વધુ સઘન બનાવી છે. આઇટીબીપીએ ભારત અને ચીન સાથે જોડાયેલી તમામ પોસ્ટને એલર્ટ કરી દીધી છે. આઇટીબીપીએ ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, અરૂણાચલ પ્રદેશ અને લદ્દાખમાં આવેલી તમામ 180થી વધુ બીઓપી પર એલર્ટ જાહેર કર્યું છે.

પ્રધાનમંત્રી નિવાસે મહત્વની બેઠક

ગલવાન ઘાટીમાં ચીન સાથેના તણાવ બાદ મોડી રાત્રે વડાપ્રધાન મોદીના નિવાસસ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી એટલે કે સીસીએસની મહત્વપૂર્ણ બેઠક મળી. આ બેઠકમાં ગૃહપ્રધાન અમિત શાહ, સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ તેમજ વિદેશપ્રધાન એસ. જયશંકર ઉપસ્થિત રહ્યા. જે બાદ વડાપ્રધાન મોદી અને અમિત શાહ વચ્ચે મોડી રાત્રિ સુધી આગામી રણનીતિ મુદ્દે મંથન ચાલ્યું.  બીજી તરફ રાજનાથ સિંહે પણ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપીન રાવત અને લશ્કરની ત્રણેય પાંખના પ્રમુખો સાથે એક પછી એક એમ બે બેઠકો યોજી. આ બેઠકોમાં એસ. જયશંકર પણ સામેલ રહ્યા.

રાહુલ ગાંધીએ કર્યું ટ્વીટ

તો સમગ્ર મામલે આ પહેલા, રાહુલ ગાંધીએ ટ્વિટ કરી મોદી સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું છે કે પીએમ મોદી ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે શું છુપાવી રહ્યા છે અને તેઓ મૌન કેમ છે. વધુમાં રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે ચીનની હિમ્મત કેવી રીતે થઇ કે તે ભારતીય જવાનોને મારી શકે. ભારતીય જમીન પચાવી પાડવાની ચીનની હિમ્મત કેવી રીતે ચાલી.

Related posts

વાંદરાનો મેકઅપ કરતી જોવા મળી વાંદરી, વીડિયોને જોઈને લોકો બોલ્યા- બ્યુટિશિયન

Siddhi Sheth

ઉનાળામાં તમને પણ હૃદયમાં બળતરા અને ખાટા ઓડકારની સમસ્યા છે તો આ રીતોથી સમસ્યા કરો દૂર

Hina Vaja

Crime News/ સુહાગરાતના દિવસે કન્યાએ આપ્યું માસિક ધર્મનું બહાનું, પતિને રાહ જોવડાવી કર્યો મોટો કાંડ

Siddhi Sheth
GSTV