જો તમે કેન્દ્ર સરકારના કર્મચારીઓ છે, તો તમારા માટે ખુશખબરી છે. હકીકતમાં મોદી સરકાર કર્મચારીઓને હક રજા (Earned Leave) વધારવાનો નિર્ણય લઇ શકે છે. મોદી સરકાર 1લી ઓક્ટોબરના રોજથી લેબર કોડના નિયમોને લાગૂ કરી શકે છે. ત્યારબાદ કર્મચારીઓની હક રજા 240થી વધુ 240થી વધારી 300 થઇ શકે છે.

તાજેતરમાં લેબર કોડના નિયમોમાં ફેરફારને લઇ શ્રમ મંત્રાલય, લેબર યૂનિયન અને ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ વચ્ચે કામના કલાક, વાર્ષિક રજાઓ, પેન્શન પીએફ, ટેક હોમ સેલરી, રિટારમેન્ટ વગેરેને લઇ ચર્ચા થઈ હતી, જેમાં કર્મચારીઓની હક રજા 240થી વધારી 300 કરવાની માંગ કરવામાં આવી હતી.
1લી ઓક્ટોબરથી વધી શકે છે રજાઓ
સરકાર નવા લેબર કોડમાં નિયમોને 1 એપ્રિલ, 2021થી લાગૂ કરવા માંગતી હતી, પરંતુ રાજ્યોની તૈયારીના અભાવના કારણે અને કંપનીઓને HR પોલિસી બદલવા માટે વધુ સમય આપવાના કારણે તેને ટાળી દેવામાં આવ્યા. સરકાર લેબર કોડના નિયમોને 1 જુલાઈથી નોટિફિકેશન કરવા માંગતી હતી, પરંતુ રાજ્યોએ આ નિયમોને લાગૂ કરવા માટે સમયની માંગણી કરી, જેના કારણે તેને 1 ઓક્ટોબર સુધી ટાળી દેવામાં આવ્યા. હવે લેબર મિનિસ્ટ્રી અને મોદી સરકાર લેબર કોડના નિયમોને 1લી ઓક્ટોબર સુધી નોટિફાઈ કરવા માંગે છે.

સંસદે ઓગસ્ટ 2019ના ત્રણ લેબર કોડ ઇન્ડસ્ટ્રિયલ રિલેશન, કામની સુરક્ષા, હેલ્થ અને વર્કિંગ કન્ડિશન અને સોશિયલ સિક્યોરિટી સાથે સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા હતા. આ નિયમ સપ્ટેમ્બર 2020માં પાસ થયા હતા. આ નિયમ અને લેબર યૂનિયનની માંગોને માનવામાં આવે છે, તો 1લી ઓક્યોબરથી સરકારી કર્મચારીઓને 300 હક રજા મળી શકે છે.
- પાટણ / રાધનપુરમાં આખલાએ અડફેટે લેતા 95 વર્ષના વૃદ્ધાનું મોત નીપજ્યું
- ભાણા સાથે લગ્ન કરવાની જીદ પર અડી 60 વર્ષની મામી, લગ્ન તોડાવીને ઉઠાવ્યું આ પગલું
- પાકિસ્તાનના વડા પ્રધાન માટે “આગે કૂવા પીછે ખાઈ“ જેવો ધાટ
- વજન ઘટાડવા માટે મધનો આ રીતે કરો ઉપયોગ, જાણો તેના ફાયદા વિશે
- અમદાવાદ / હોલ-પાર્ટીપ્લોટના બુકીંગથી AMCને એક વર્ષમાં થઇ 30 કરોડની આવક