GSTV

વાઇરલ વિડીયો / ઇન્ટરનેટ પર છવાયો આ મજૂરનો વીડિયો, લોકોએ કહ્યું – આ તો મેટ્રિક્સ ફિલ્મ જેવું થઇ ગયું

Last Updated on September 13, 2021 by Pritesh Mehta

સોશિયલ મીડિયા પર અવાર નવાર કેટલાક રમૂજી વીડિયો વાયરલ થાય છે. કેટલાક લોકો ઈન્ટરનેટ પર પ્રભુત્વ મેળવવા માટે અનોખી પ્રવૃતિ કરતા જોવા મળે છે. પરંતુ ઘણી વખત કોઈ વ્યક્તિ કંઈ પણ કર્યા વગર ઈન્ટરનેટ પર છવાઈ જાય છે. ત્યારે તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં મજૂર જે રીતે કાર્ય કરી રહ્યો છે, જે જોઈને તમને પણ આશ્વર્ય થશે.

વાયરલ થયેલા વીડિયોમાં કેટલાક મજૂરો (Labour) પાણીની મોટી પાઈપો પકડતા જોવા મળે છે. આ પાઈપોમાંથી પાણી ખૂબ બળથી બહાર આવી રહ્યું છે. આ દરમિયાન, એક કામદાર પાઇપ સંભાળી શકતો નથી અને હવામાં ડાઇવિંગ (Diving) શરૂ કરે છે. પરંતુ આશ્ચર્યજનક બાબત એ છે કે તેની સાથે કામ કરતા કામદાર સાથે આવુ કશુ થતુ નથી.

જુઓ વીડિયો

યુઝર્સ આપી રમુજી પ્રતિક્રિયા

તમને જણાવી દઈએ કે આ વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ ટ્વિટર પરથી @fred035schultz નામના એકાઉન્ટ પરથી આ રમુજી વીડિયો શેર કરવામાં આવ્યો છે. સાથે કેપ્શનમાં લખ્યું છે, “કામદાર પાઇપનો ઉપયોગ નથી કરી રહ્યો, પરંતુ પાઇપ કામદાર સાથે રમી રહી છે.” લોકો આ વીડિયોને (Video) ખુબ પસંદ કરી રહ્યા છે અને તેના પર રમુજી પ્રતિક્રિયા આપતા પણ જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝર્સ લખ્યુ કે, વીડિયો જોયા બાદ મને લાગે છે કે “આ હોલીવુડ ફિલ્મ મેટ્રિક્સ હતી.”

ALSO READ:

Related posts

હાઈકોર્ટે આપ્યો પુત્રને ઘર ખાલી કરવાનો આદેશ, માતા-પિતાને દરરોજ આપતો હતો પીડા

Zainul Ansari

Challenge / અજમાવી જુઓ દારા સિંહ થાલી, જો 30 મિનિટની અંદર સમાપ્ત કરો તો નહીં ચૂકવવા પડે પૈસા

Vishvesh Dave

મોટા સમાચાર / તાલિબાનને લઇ વડાપ્રધાન મોદીનું સૌથી મોટું નિવેદન, માન્યતા આપવાને લઇ કહી આ વાત

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!