GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

શ્રમિક સ્પેશિયલ ટ્રેનો તો ખૂબ દોડી પણ આ રાજ્યમાંથી પહેલી વખત ‘શ્રમિક સ્પેશિયલ ફ્લાઈટે’ ભરી ઉડાન

શ્રમિક સ્પેશિયલ ફ્લાઈટ

કોરોના વાયરસના કારણે કરવામાં આવેલા લોકડાઉન બાદ મજૂરોને વતન વાપસી માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો હતો. મજૂરો માટે શ્રમિક સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી પરંતુ પહેલી વખત છત્તીસગઢના મજૂરોને બેંગ્લોરથી લઈને શ્રમિક સ્પેશિયલ ફ્લાઈટ રાયપુરના સ્વામી વિવેકાનંદ એરપોર્ટ (Swami Vivekananda Airport, Raipur) પહોંચી. ફ્લાઈટમાં બેંગ્લોરથી પ્રદેશના 179 મજૂરો પરત છત્તીસગઢ પહોંચ્યા.

વિદ્યાર્થીઓએ મજૂરો માટે ફ્લાઈટની ટિકિટ કરાવી

તમને જણાવી દઈએ કે બેંગ્લોર અને હૈદરાબાદ લો યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીઓએ મજૂરો માટે ફ્લાઈટની ટિકિટ કરાવી છે. વાપસી બાદ રાયપુર એરપોર્ટ પર દરેક મજૂરોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું. પછી તેમને મોકલી દેવામાં આવ્યા. હવે દરેક મજૂર પોતાના ગામમાં ક્વોરન્ટાઈન છે.

શ્રમિક સ્પેશિયલ ફ્લાઈટ

મજૂરોને તકલીફ ન પડે માટે રાખવામાં આવ્યું આ વાતોનું ધ્યાન

બેંગ્લોરથી શ્રમિક સ્પેશલ ફ્લાઈટે સવારે 8 વાગે ઉડાન ભરી અને 9:50 મિનિટે રાયપુર એરપોર્ટ પહોંચી. એરપોર્ટ પર આવેલા દરેક મજૂરની થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવી અને હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા તેમની તપાસ પણ કરવામાં આવી. મજૂરો માટે રાજ્ય સરકાર દ્વારા એરપોર્ટમાં વ્યવસ્થા કરવામાં આવી હતી. એરપોર્ટથી તેમના ગામ જવા માટે પણ બસની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભોજન આપ્યા બાદ તેમને ગામ જવા માટે રવાના કરાવવામાં આવ્યા.

Read Also

Related posts

કોરોનાકાળમાં આ પોલીસી હેઠળ વીમા કંપનીઓ આપી રહી છે 5 લાખ રૂપિયાથી વધારેનુ વીમા કવર

Ankita Trada

દેશમાં કોરોનાનો આંક 8 લાખને પાર, સરકારે કહ્યું ચિંતા ના કરો આ તો સામાન્ય છે

Harshad Patel

એક જ અઠવાડિયામાં 10 લાખનો આંક વટાવી જશે ભારત, કોરોનાના કેસ સરકારની કાબૂ બહાર

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!