GSTV

ખાસ વાંચો/ એક એપ્રિલથી સેલરી અને કામના કલાકોમાં નહીં થાય કોઇ બદલાવ, લેબર કોડ મામલે સરકારે લીધો આ નિર્ણય

લેબર

Last Updated on March 31, 2021 by Bansari

પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતા લોકોને તે ચિંતા સતાવી રહી હતી કે એક એપ્રિલથી તેમના કામના કલાકોમાં બદલાવ થશે અને આ સાથે જ ટેક હોમ સેલરી પર પણ અસર થશે. હકીકતમાં એ પ્રકારની જાણકારી હતી કે કેન્દ્ર સરકાર 1 એપ્રિલથી નવો લેબર અને વેજ કોડ લાગુ કરવા જઇ રહી છે. પરંતુ હાલ આ નવા પ્રયોગને ટાળી દેવામાં આવ્યો છે. તેનો અર્થ એ છે કે પહેલાની જ વ્યવસ્થા અમલમાં રહેશે. તેની પાછળનું કારણ જણાવવામાં આવી રહ્યું છે કે રાજ્યોએ આ અંગે નિયમ-કાયદાને અમલમાં નથી મુક્યા.

લેબર

લેબર કોડમાં બદલાવ પર વિરામ

જણાવવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર તેવુ ઇચ્છે છે કે ઔદ્યોગિક રીતે સમૃદ્ધ કેટલાંક રાજ્યો પહેલા ચાર કોડના સંબંધમાં અધિસૂચના જારી કરે જેથી કોઇ પ્રકારની કાનૂની અડચણોનો સામનો ન કરવો પડે. ન્યૂ લેબર કોડ લાગુ કરવા અંગે જે પણ અડચણો હોય તેનાથી ઉલ્ટુ ઇન્ડિયા ઇંકે રાહતનો શ્વાસ લીધો છે. જણાવવામાં આવી રહ્યું છે કે તેનાથી કંપનીઓને સેલરી પુનર્નિધારણના સંબંધમાં મંથન માટે વધુ સમય મળશે.

લેબર

વેજ કોડમાં બદલાવ પર વિરામ

1 એપ્રિલથી જે નવો વેઝ કોડ લાગૂ કરવાની વાત થઈ રહી હતી, તેના પર હાલમાં રોક લગાવી દેવામાં આવી છે. કેન્દ્ર સરકારે આગામી જાહેરાત સુધી તેના પર રોક લગાવી દીધી છે. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર 1 એપ્રિલથી આ નિયમ લાગૂ નહીં થાય. પહેલા આ નિયમ અંતર્ગત ટેક હોમ સેલેરીમાં વધારો થવાની વાત કરવામાં આવી હતી.

હકીકતમાં જોઈએ તો, સરકારના નવા વેતન કાયદા અનુસાર દર મહિને મળતી સેલરીમાં મૂળ વેતનનો 50 ટકા ભાગ હોવાની વાત ચાલી રહી હતી. જે હાલમાં 32 ટકા આવતી હતી. આ રીતે નોકરીકર્તાઓને ટેમ હોમ સેલેરી વધી શકતી હતી.

આવી રીતે વધી સકતી હતી ટેક હોમ સેલેરી

હકીકતમાં જોઈએ તો, મૂળ વેચની અંદર આપની બેસિક સેલેરી, મોંઘવારી ભથ્થુ, રિટેર્નિંગ અલાઉંસ શામેલ થાય છે. આ ત્રણ માપદંડોને ધ્યાને રાખીને આપની બેસિક સેલેરીની ગણતરી થાય છે. નવા કોડમાં સામેલ પીએફ, ગ્રેજ્યુટી, મોંઘવારી ભથ્થુ, મુસાફરી ભથ્થુ, અને હાઉસ રેંટ અલાઉંસ સમાવેશ કરવાની વાત ચાલી રહી હતી. તો વળી બૈસિક સીટીસીનો 50 ટકા ભાગ હોવાનો અર્થ થાય છે કે, અન્ય ભથ્થામાં 50 ટકાથી વધારે નહીં હોય. આવી રીતે પીએફ અને અન્ય ભથ્થામાં ફેરફાર થવાની ટેક્સનું ભારણ પણ ઓછુ થઈ શકે છે. જેની અસર આપના ટેક હોમ સેલેરી પર દેખાશે.

આ માપદંડોનો પણ નહીં મળે લાભ

હકીકતમાં કેબિનેટમાં નવા વેઝ કોડ લાગૂ કરતા પહેલા અલગ અલગ પાંસાઓની તપાસ કરવામાં આવી હતી. ખાસ કરીને ભથ્થાની વાત કરવામાં આવે તો, કેબિનેટ તમામ 169 ભથ્થાની તપાસ કર્યા બાદ 37 ને જેમના તેમ રાખવા તેમાંથી 51 ભથ્થા બહાર કરવાનો નિર્ણય લેવાયો હતો. જેથી નોકરીકર્તા લોકોને ભારણ ઓછુ થાય. તથા તેમને વધુમાં વધુ લાભ મળી શકે. તો વળી હાલના સમયમાં સતત પાંચ વર્ષ કામ કર્યા બાદ જ ગ્રેજ્યુટી મળી શકે છે. પણ નવા કાયદા અનુસાર કર્મચારીને ફક્ત 1 વર્ષ કર્યા બાદ ગ્રેજ્યુટીના હકદાર થઈ શકશે.

Read Also

Related posts

કોરોના મહામારી વધુ સંહારક બની, અમેરિકામાં એક જ દિવસમાં કોરોનાથી 2579 અને બ્રાઝિલમાં 935નાં મોત

Damini Patel

સાચવજો / રાજ્યના આ શહેરમાં મચ્છરજન્ય રોગચાળાએ ભરડો લીધો, એક જ દિવસમાં મળી આવ્યાં તાવના 536 દર્દીઓ

Dhruv Brahmbhatt

પાકિસ્તાન/મસ્જિદમાંથી પાણી ભરવા મુદ્દે હિન્દુ પરિવાર પર અમાનવીય ત્રાસ, પોલીસે ફરિયાદ દાખલ ન કરી

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!