આજે લાભપાંચમના શુભ દિવસથી થશે વેપાર-ધંધાની શરૂઆત

કાર્તકસુદ-પાંચમ એટલે કે લાભપાંચમ. આજના દિવસને જ્ઞાનપંચમી નામથી ઓળખવામાં આવે છે. આજ દિવસને ગુજરાતીઓ લાભ પાંચમના નામે ઓળખે છે. આજના શુભ દિવસથી વેપાર-ધંધાની શરૂઆત થાય છે. લાભ પાંચમ સુધી તો બજારો બંધ રહેતા હોય છે. પરંતુ આજથી બજારો ફરી ધમધમશે.

દિવાળી પછી લોકો આ દિવસની ખૂબ આતુરતાથી રાહ જોતા હોય છે. કારણ કે એવી માન્યતા છે કે આ દિવસ ખૂબ શુભ હોય છે, જો કોઈ પણ નવા કામની શરૂઆત જો આ દિવસે કરવામાં આવે તોતેમાં ફાયદો જ ફાયદો થાય છે. તેથી જ તો વેપારીઓ પોતાના નવા ધંધાનું મૂર્હુત આ દિવસે કરે છે.

કોઈપણ બીઝનેસ આપણે ફાયદા માટે જ કરતાં હોય છે અને દરેક ઈચ્છે છે કે તેમને તેમના નવા બીઝનેસમાં નફો જ નફો થાય તેથી લોકો ખાસ કરીને લાભ પાંચમની રાહ જોતા હોય છે. ઘણા લોકો તો પોતાના મકાનની વાસ્તુ પૂજા, નવા વાહનની ખરીદી કે સોનાની ખરીદી વગેરે પણ આ દિવસે કરતાં હોય છે. આ દિવસે કોઈ મૂર્હુત જોવાની જરૂર નથી હોતી કારણકે આ આખો દિવસ શુભ જ ગણાય છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter