GSTV

ફિલ્મી સફર શરૂ કરતાં પહેલાં જ ટ્રોલ થઇ ગયો લાલુનો દિકરો તેજપ્રતાપ, ઇંગ્લિશમાં ખાઇ ગયો થાપ !

Last Updated on June 28, 2018 by Bansari

બિહારનાં ભુતપુર્વ આરોગ્ય મંત્રી અને આર.જે.ડી. સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવનાં જ્યેષ્ઠ પુત્ર તેજ પ્રતાપ યાદવની ફિલ્મ ટુંક સમયમાં રિલિઝ થવાં જઈ રહી છે. ફિલ્મનું નામ ‘રુદ્રા : ધ અવતાર’ રાખવામાં આવેલું છે. 29 વર્ષિય તેજ પ્રતાપ યાદવે પોતાનાં ટ્વીટર હેંડલ પર તેની ફિલ્મનું પોસ્ટર મુક્યું હતુ. જેમાં બ્લુ કલરનાં બેક ગ્રાઉંડમાં સન ગ્લાસ પહેરેલાં ‘અભિ’નેતા તેજ પ્રતાપ યાદવ જણાઈ રહ્યો છે. ફિલ્મનું ટાઈટલ હિંદીમાં છે. અને નીચે લખ્યું છે ટુંક સમયમાં….. આ કંઈ પ્રથમ વખત નથી જ્યારે તેજ પ્રતાપ ફિલ્મમાં કામ કરી રહયા હોય આ પહેલાં 2016માં ‘અપહરણ ઉદ્યોગ’ નામની ભોજપુરી ફિલ્મમાં પણ કામ કરી ચુક્યા છે.

તેજપ્રતાપે આ ફિલ્મ અંગે સોશિલ મિડીયા પર જાણકારી આપી હતી પણ પોતાના ઇંગ્લિશના કારણે તેણે ટ્રોલ થવાનો વારો આવ્યો છે. તેણે જે પોસ્ટ શેર કરી છે તેમાં તણે Comming Soon  લખ્યું છે તેના કારણે ટ્રોલર્સે તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે અને તેને ઇંગ્લિશનો સ્પેલિંગ પણ શીખવી દીધો.

જેમાં તેઓ જ્યારે આર.જે.ડી. – જેડિયુ સરકારમાં મંત્રી હતા. ત્યારે તેમણે આ ફિલ્મમાં બિહારનાં મુખ્ય મંત્રીની ભુમિકા ભજવી છે. તે હજુ ગયાં મહિને જ પરણ્યો છે. કહેવાય છે કે તેજ પ્રતાપ ખુબ જ ધાર્મિક છે અને વારંવાર મંદીરોની મુલાકાત લે છે. જ્યારે તેનાં નાના ભાઈ તેજસ્વી યાદવ હાલ વિધાન સભામાં વિરોધ પક્ષનાં નેતા છે. જે પહેલાં ભુતપુર્વ ડેપ્યુટિ ચીફ મિનિસ્ટર હતા. તેમજ તેજ પ્રતાપ કરતાં તેજસ્વીને લોકો આર.જે.ડી. ચીફ તરીકે જુએ છે. અને મુખ્ય મંત્રી પદનાં ઉમેદવાર તરીકે જુએ છે. આ કંઈ પહેલી વખત ભાજપનાં સાથી પક્ષ એલજેપી નેતાં રામ વિલાસ પાસવાનનાં પુત્ર ચિરાગ પાસવાન પણ ફિલ્મમાં ચમકી ચુક્યા છે.

Related posts

જય ભીમ: સાઉથ સુપરસ્ટાર સૂર્યાએ ફેન્સને આપી ખુશખબર, આગામી ફિલ્મનું પોસ્ટર શેર કર્યું

Pravin Makwana

ગુરુ પૂર્ણિમા/ ડાકોર- શામળાજીમાં ઉમટ્યું માનવ મહેરામણ, અંબાજી સહિત આ યાત્રાધામોમાં શ્રદ્ધાળુઓ લીધો દર્શનનો લ્હાવો

Bansari

Bank Holiday: ઓગસ્ટ મહિનામાં 15 દિવસ બેંકો રહેશે બંધ, સાતમ-આઠમ પર પાંચ દિવસનું લોંગ વિકેન્ડ આવશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!