GSTV
Bollywood Entertainment Trending

Laal Singh Chaddha VS Raksha Bandhan : ત્રીજા દિવસે પણ ‘રક્ષાબંધન’ અને ‘લાલ સિંહ ચઢ્ઢા’નો બોકસ ઓફિસ પર ધબડકો

બોલીવૂડના બે મોટા ગજાના સ્ટાર અક્ષય કુમાર અને આમીર ખાનની ફિલ્મ બોક્સ ઓફિસ પર ફસડાતી નજરે પડી રહી છે.

પહેલા અક્ષય કુમારની રક્ષાબંધનની વાત કરીએ તો ફિલ્મે ત્રીજા દિવસે એટલે કે શનિવારે સાતેક કરોડ રુપિયાની કમાણી કરી છે અન ફિલ્મનુ કુલ કલેક્શન 21 કરોડની આસપાસ છે.આમ અક્ષય કુમારની અગાઉ ફ્લોપ થયેલી બચ્ચન પાંડે અને સમ્રાટ પૃથ્વીરાજ જેવા જ હાલ આ ફિલ્મના થઈ રહ્યા છે.

બીજી તરફ આમીરખાનની બહુ ગાાજેલી લાલ સિંહ ચઢ્ઢા પણ કોઈ ખાસ કમાલ બતાવી રહી નથી.ત્રીજા દિવસે ફિલ્મનુ કલેક્શન 11 કરોડની આસપાસ રહ્યુ છે પણ તે આમીરની અગાઉની ફિલ્મોના કલેક્શનના હિસાબે બહુ ઓછુ કહી શકાય.ફિલ્મે બીજા દિવસ કરતા ત્રીજા દિવસે થોડી વધારે કમાણી કરી છે પણ 180 કરોડના બજેટથી બનેલી લાલ સિંહ ચઢ્ઢાનુ ત્રણ દિવસનુ કુલ કલેક્શન 27 કરોડની આસપાસ પહોંચ્યુ છે.

ફિલ્મના બજેટના હિસાબે આ કમાણી બહુ ઓછી છે.સોમવારની રજા બાદ તો વર્કિંગ ડેઝ શરુ થઈ જશે અને તે વખતે આ બંને ફિલ્મની કમાણી વધારે ઘટે તેવો અંદાજ મુકાઈ રહ્યો છે.

Related posts

નવી રણનીતિના સંકેત! / POK અંગે અમેરિકાનું વિવાદાસ્પદ નિવેદન, US રાજદૂતે ગણાવ્યું આઝાદ કાશ્મીર

Hemal Vegda

આજનું પંચાંગ તા.7-10-2022, શુક્રવારઃ ત્રયોદશી ક્ષયતિથિ, જાણો ચોઘડિયા અને શુભ મુહુર્ત

Hemal Vegda

07 ઓક્ટોબર, 2022નું રાશિ ભવિષ્ય: આ રાશિના જાતકો પર થશે લક્ષ્મીજીની કૃપા, ભાઈભાંડુઓનો મળશે સાથ-સહકાર

Hemal Vegda
GSTV