લિપસ્ટિક અને કૉસ્મેટિક પ્રોડક્ટ વેચીને 90 કરોડ ડૉલરનુ સામ્રાજ્ય બનાવનારી 21 વર્ષની મૉડલ કાઇલી જેનર અત્યારે પોતાના લેટેસ્ટ ફોટોશૂટને લઇને ચર્ચામાં છે. આ ફોટોશૂટની તસ્વીરો તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે, ત્યારબાદ વાયરલ થઈ છે. તસ્વીરોમાં કાઇલી ખૂબ જ હૉટ દેખાઇ રહી છે. તેમણે પોતાના શરીર પર ફક્ત ગુલાબી પીંછા લપેટ્યા છે.
કિમ કર્દાશિયાંની નાની બહેન કાઇલીએ આ ફોટોશૂટ મેકઅપ પ્રોડક્ટના પ્રચાર માટે કરાવ્યું છે. આ તસ્વીરોની સાથે કાઇલીએ લખ્યું છે- એવુ મહેસૂસ થઈ રહ્યું છે જેમ કે પિંક શુતુરમુર્ગના પીંછા પહેર્યા હોય. કાઇલીએ આ તસ્વીરો થોડા કલાકો પહેલા જ શેર કરી છે અને આ તસ્વીરોને 38 લાખથી વધુ લાઇક્સ મળી છે. કાઇલી પોતાની તસ્વીરો માટે ખૂબ ચર્ચામાં છે અને આ જ કારણ છે કે ઈન્સ્ટાગ્રામ પર તેમને 124 મિલિયન લોકો ફૉલો કરે છે.
કાઇલીની કંપની શિરી કૉસ્મેટિક્સે 63 કરોડ ડૉલરના મેકઅપનો સમાન વેચ્યો છે. ફોર્બ્સે કાઇલી કૉસ્મેટિકની એસ્ટિમેટેડ વેલ્યૂ 80 કરોડ ડૉલરની જણાવી છે. સાથે જ તેની નેટવર્થ 90 કરોડ ડૉલર જણાવવામાં આવી છે. તેમની નેટવર્થમાં આ વધારો તેના ટીવી સ્ટિંટ્સ અને એન્ડોર્સમેન્ટના કારણે થયો છે. જેનરે ફેબ્રુઆરી 2016 કાઇલીકૉસ્મેટિક્સની સ્થાપના કરી હતી.
જે 21 વર્ષની ઉંમરમાં મોટાભાગના લોકો પોતાની કારકિર્દીની દિશા નક્કી કરી શકતા નથી તે ઉંમરમાં કાઇલી જેનર અમેરિકાની સૌથી ઓછી ઉંમરની ‘સેલ્ફ મેડ’ અબજપતિ બનવાની છે. કાઇલી દુનિયાની સૌથી ઓછી ઉંમરની અમીર મહિલાઓમાંથી એક બનવાનુ ગૌરવ પ્રાપ્ત કર્યા બાદ ફોર્બ્સના કવર પેજ પર આવી હતી.
‘ઈઑનલાઇન ડૉટ કૉમ’ની રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે કાઇલીએ 90 કરોડ ડૉલરની સંપત્તિ કમાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. તેની પ્રથમ પ્રોડક્ટ 29 ડૉલર એટલેકે 1986 રૂપિયાની હતી, જે એક લિપસ્ટિક અને લિપલાઇનરનો સેટ હતો.
READ ALSO
- પોપ સિંગર જસ્ટિન બીબરે શેર કર્યો જગરાતાનો વિડીયો, ભારતીય વ્યક્તિના અનોખા ડાન્સને જોઈ થઇ ગયો ઈમ્પ્રેસ
- હૉલીવુડ/ ‘વાકા વાકા’ ફેમ શકીરાને થઈ શકે છે 8 વર્ષની જેલ, પોપ સિંગર પર કરોડોની કરચોરીનો આરોપ
- જસ્ટિન બીબરના ફેન્સ માટે ખુશખબર! ભારતના આ શહેરમાં કરશે પર્ફોર્મ, જાણો કેવી રીતે માણી શકશો શૉની મજા
- Jennifer Lopez અને Ben Affleckની લવ સ્ટોરી કંઈક આવી રીતે થઈ શરૂ, 20 વર્ષની સગાઈ પછી યુગલે કર્યા લગ્ન
- Jennifer Lopez અને Ben Affleckએ સગાઈના 20 વર્ષ બાદ કર્યા લગ્ન, એક્ટ્રેસનો વેડિઁગ પહેલાનો વીડિયો થયો વાયરલ