કોઇ 21 વર્ષની યુવતી અબજોપતિની લિસ્યમાં સામેલ હોય તે વાત જરાં ચોંકાવનારી છે. અમે અમેરિકાની જાણીતી ટીવી સેન્સેશન અને મોડેલ કાઇલી જેનરની વાત કરી રહ્યાં છીએ. ફોર્બ્સે પોતાની 2019ની અબજપતિઓની યાદીમાં સૌથી યુવા સેલ્ફ મેડ અબજપતિ તરીકે કાયલીને સ્થાન આપ્યું છે. ફોર્બ્સે 21 વર્ષીય કાઇલી જેનરની કંપનીની વેલ્યુએશન 90 કરોડ ડોલર એટલે કે આશરે 6300 કરોડ રૂપિયા આંકી છે.
3 વર્ષમાં ઉભો કર્યો કરોડોનો બિઝનેસ
કાઇલીએ એક લિપસ્ટિકથી આશરે 3 વર્ષમાં અબજો રૂપિયાનો બિઝનેસ ઉભો કર્યો. કાઇલી ફક્ત મોડેલે જ નહી પરંતુ સૌથી ચર્ચિત બિઝનેસવુમન પણ રહી છે. કારદર્શિયા-જેનર પરિવારની કાઇલીએ બ્યૂટી પ્રોડક્ટ લિપસ્ટિક વેચીને અબજોનો બિઝનેસ ઉભો કર્યો છે.
29 ડોલરથી શરૂઆત કરી
કાઇલીએ ફેશન ઇન્ડસ્ટ્રીની સૌથી મોટી મેગેજીન વૂમન વીયર ડેલીએ કારદર્શિયા-જેનર ફેમિલીની સૌથી સફળ મહિલા ગણાવી હતી. કાઇલીએ નવેમ્બર 2015માં Kylie Lip Kit નામથી લિપસ્ટિક લૉન્ચ કરી. ફક્ત 29 ડોલર એટલે કે આશરે 2000 રૂપિયાની આ લિપસ્ટિકને માર્કેટમાં સારી સફળતા મળી.
3 વર્ષમાં ઉભો કર્યો 6300 કરોડનો બિઝનેસ
ફોર્બ્સે જણાવ્યા અનુસાર કાઇલી જેનરે ફક્ત 3 વર્ષમાં 90 કરોડ એટલે કે આશરે 6300 કરોડ રૂપિયાનો કોસ્મેટિક બિઝનેસ શરૂ કર્યો છે. તેણે નવેમ્બર 2015માં પોતાના બિઝનેસની શરૂઆત કરી હતી અને છ અઠવાડિયા બાદ જ કાઇલી કોસ્મેટિક બ્રાન્ડ મેન્યુફેક્ચરર સીડ બ્યૂટી સાથે પાર્ટનરશીપ કરી, જે આજે પણ કાયમ છે.
Read Also
- ઉનાળામાં કસરત કરવાનો કયો છે શ્રેષ્ઠ સમય? જાણો શું કહે છે નિષ્ણાંતો, કઈ વાતનું રાખવું જોઈએ ધ્યાન
- કેન્દ્ર-રાજ્યના મંત્રીઓ હાજરી આપશે ,નારણપુરા સ્પોર્ટસ કોમ્પલેક્ષના ખાતમુહૂર્તને લઈ તૈયારીનો ધમધમાટ
- Video/ મેદાન વચ્ચે અમ્પાયર સાથે બાખડી પડ્યો કૃણાલ પંડ્યા, આ વાતને લઇને ભડકી ઉઠ્યો
- પૃથ્વીરાજનો સેટ 12મી સદીનો બતાવવા આદિત્ય ચોપરાએ ખર્ચ્યા 25 કરોડ રૂપિયા, આ શહેરોની આબેહૂબ છબી બનાવી
- દુ:ખદ: આફ્રિકી દેશ સેનેગલના ઈતિહાસમાં સૌથી મોટી આગ હોનારત, 11 નવજાત શિશુઓ જીવતા ભૂંજાયા