ફેસબુકના માલિક માર્ક ઝકરબર્ગ સોશિયલ મીડિયા પર ક્રાંતિ લાવવા ઉપરાંત, સૌથી નાની વયના વિશ્વના અબજોપતિ બનવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે પરંતુ હવે એક 20 વર્ષની છોકરી તેમને ટક્કર આપી રહી છે માર્ક ઝકરબર્ગે માત્ર 23 વર્ષની ઉંમરે વિશ્વની સૌથી યુવાન અબજોપતિનો ખિતાબ મેળવી લીધો હતો. ફોર્બ્સની લિસ્ટમાં સૌથી યુવા કેલી જેનર અંગે એવુ અનુમાન લગાવવામાં આવે છે કે આગામી વર્ષોમાં તે માર્ક ઝકરબર્ગ પાસેથી સૌથી યુવાન અબજોપતિનો ખિતાબ હાંસલ કરી લેશે.
હાલમાં 20 વર્ષની કેલી ઓગસ્ટ મહિનામાં 21 વર્ષની થશે. તેની કમાણી 90 કરોડ ડોલર (લગભગ 6117 કરોડ રૂપિયા)થી વધુ છે કેલી માત્ર એક રિયલિટી ટીવી સ્ટાર જ નથી પરંતુ તે એક સફળ મહિલા બિઝનેસવુમેન પણ છે. ‘કેલી કોસ્મેટિક્સ’ નામથી મેકઅપ કંપની ચલાવનાર કૈલીએ બે વર્ષ પહેલાં માત્ર 2,000 રૂપિયાની લિપ કેટ સાથે તેના વ્યવસાયની શરૂઆત કરી હતી. ફોર્બ્સ અનુસાર, અત્યાર સુધીમાં કેલીએ 63 કરોડ ડોલરથી વધારે ઉત્પાદનો વેચી દીધા છે. ત્યારે કંપનીની કિંમત 80 કરોડ ડોલર (5486 કરોડ રૂપિયા) લગાવવામાં આવી છે.
કેલીની કંપનીએ અત્યાર સુધીના બે વર્ષમાં 85.5 લાખ ડોલરથી વધુની મેકઅપ પ્રોડક્ટનું વેચાણ કરી લીધુ છે. ફોર્બ્સના અનુસાર અત્યાર સુધી જેનરની કંપનીમાં 7 પૂર્ણકાલીન અને 5 પાર્ટ ટાઇમ કર્મચારીઓ છે. ફક્ત 3 વર્ષમાં જ તેની કંપની કોસ્મેટિક ક્ષેત્રે મોટુ નામ બની ગઇ છે. કેલી જેનર કાર્દશિયન પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તે કીમ કાર્દશિયન ઓરમાન બહેન છે. વ્યાપાર સિવાય સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય છે. ટ્વીટર પર કેલીને 2.56 કરોડ લોકો અનુસરે છે, જ્યારે ઇન્સ્ટાગ્રામ પર તેના 1.64 કરોડ ફોલોઅર્સ છે.